માણસાના મોતીપુરા વેડા ગામે ચોરીની ઘટના બની છે, ઘરના સભ્યો સામાજીક કામે બહાર ગયા હતા તે દરમિયાન તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું હતુ, અને પરિવાર બહારથી આવ્યો ત્યારે તેમને ચોરીને લઈ જાણ થઈ હતી અને પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે, કુલ મળીને પોલીસના ચોપડે 36 લાખની ચોરી નોંધાઈ છે.
ઘરમાંથી તસ્કરો 36 લાખથી વધુની ચોરી કરી ફરાર
માણસા તાલુકાના મોતીપુરા વેડા ગામે ચોરીનો બનાવ બન્યો છે, ગઇકાલે સવારે 11 વાગે ઘરમાંથી 36 લાખ 6 હજારના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરવામાં આવી હતી, ઘરના સભ્યો સામાજિક પ્રસંગમાં ગયા હતા તે દરમિયાન આ ચોરીની ઘટના બની હતી, પોલીસે ડોગ સ્કોડ અને એફએસેલની મદદ લીધી છે, ત્યારે કોઈ જાણભેદુએ આ ચોરી કરી હોવાની આશંકા સેવાઈ રહી છે, મહત્વનું એ છે કે, આ ચોરી ધોળા દિવસે થઈ છે.
