તાજેતરમાં જ રાજ્ય સરકાર દ્વારા IPS અધિકારીઓની બદલીઓ કરી હતી. હવે રાજ્યના પોલીસ વિભાગમાં ફરીવાર બદલીનો ગંજીપો ચીપાયો છે. ગુજરાત પોલીસના 254 પોલીસ ઈન્સપેક્ટરની બદલીનો આદેશ થયો છે. રાજ્ય પોલીસ વડાની કચેરી દ્વારા બદલીના આદેશ કરવામાં આવ્યા છે.
સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ બેડામાં મોટા ફેરફાર
ગુજરાતના પોલીસ વડા ડો. કે.એલ.એન.રાવની કચેરી દ્વારા રાજ્યના પોલીસ વિભાગમાં બદલીના આદેશ કરવામાં આવ્યા છે. રાજ્યના 254 પોલીસ ઈન્સપેક્ટરોની બદલીના આદેશ કરવામાં આવ્યા છે. રાજ્યમાં PSIથી PIના પ્રમોશન બાદ પોસ્ટિંગ બાકી હતા. પ્રમોશન બાદ જે તે જગ્યાએ PIને રાખવામાં આવ્યા હતાં. હવે રાજયના પોલીસ વડા દ્વારા તેમની બદલીના આદેશ આપવામાં આવ્યા છે.
