આરોપીઓએ ફોટા વાયરલ કરવાની ધમકી આપ્યાનો આરોપ પણ ફરિયાદી દ્વારા કરવામાં આવ્યો છે, પીડિતાની માતાની ફરિયાદ બાદ પોલીસ એક્શનમાં આવી હતી અને ફરિયાદ નોંધી હતી, પોલીસે જંગલમાંથી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે અને પકડાયેલા આરોપીમાં એક સગીર અને એક પુખ્ત વયનો છે.

પરેશ ઉર્ફે કાળિયો માનભાઈ પરમારની ધરપકડ

પોલીસે આરોપીઓને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે, લોભ-લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું હતુ અને દુષ્કર્મ આચર્યા બાદ ફોટો વાયરલ કરવાની પણ ધમકી આપ્યાનો આરોપ કરવામાં આવ્યો છે, પોલીસે BNS 2023 અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે અને ફરાર આરોપીઓ જંગલમાં છુપાયા હતા અને મોબાઈલ બંધ કરી દીધા હતા, પોલીસે જંગલ વિસ્તારમાં કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતુ અને આરોપીઓને ઝડપી પાડયા હતા.

ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સથી આરોપીઓ સુધી પહોંચી પોલીસ

જંગલમાંથી બે આરોપીઓ ઝડપાયા છે જેમાં પકડાયેલા આરોપીઓમાં એક સગીર અને એક પુખ્ત વયનો શખ્સ છે, પરેશ ઉર્ફે કાળિયો માનભાઈ પરમારની ધરપકડ કરાઈ છે, લંગડાતા આરોપીને બે મહિલા કોન્સ્ટેબલ પકડી લાવ્યા હતી અને PI એ.બી. ગોહિલની ટીમે સફળ ઓપરેશન કર્યું હતુ, પોલીસ કસ્ટડીમાં લઈ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને આ ઘટનાથી સમગ્ર પંથકમાં આક્રોશ છે. તાલાલા પંથકના એક ગામમાં રહેતી બે કૌટુંબિક બહેનોનો પરિચય ગામના જ એક કિશોર સાથે થયો હતો. આ સગીર અને તેના મિત્ર પરેશ ઉર્ફે કાળિયાએ બંને સગીરાઓને લોભ-લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી હતી.


આ પણ વાંચો : Ahmedabad News : ATSએ પકડેલા આતંકીને લઇ સૌથી મોટો ખુલાસો, ઇસ્લામ, પયગંબર વિરુદ્ધ નિવેદન આપનાર 7 લોકોને મારી નાખવા માટે યાદી બનાવી હતી