મોરબી જિલ્લામાં લૂંટની ઘટના સામે આવી હતી. આ લૂંટની ઘટના બાદ પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ ચોરીની રોકડ રકમ મૂળ માલિકને પરત કરવામાં આવી હતી. પોલીસે 5.19 લાખ રૂપિયા જેટલી મોટી રકમ મૂળ માલિકને પરત કરતા ફરિયાદીએ પોલીસનો આભાર માન્યો હતો. આ સાથે ફરિયાદીએ પોલીસની કામગીરીના વખાણ પણ કર્યા હતા.


ઘટનાની વિગત

ઘટનાની મળતી માહિતી અનુસાર, મોરબી જિલ્લાના હળવદ શહેરમાં લુંટની રકમ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ફરીયાદીને પરત કરવામાં આવી હતી. ડિસેમ્બરમાં હળવદ માર્કેટિંગ યાર્ડના વેપારી રજનીકાંત દેથરીયા પાસેથી આરોપીઓ દ્વારા બાઈક પર આવીને મરચું પાઉડર આંખોમાં નાંખીને 6.90 લાખની લૂંટ કરવામાં આવી હતી.

પોલીસે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ફરિયાદીને રોકડ રકમ પરત કરી

પોલીસ દ્વારા લૂંટના ગુનામાં અગાઉ રાહુલ ઉર્ફે પિગરો વિજયભાઈ અને કિશન ભરવાડને ઝડપી લેવામાં આવ્યા હતા. બે આરોપીઓને પોલીસે ઝડપી લીધા બાદ 5.19 લાખ પોલીસ દ્વારા ફરિયાદીને પરત કરવામાં આવ્યા હતા. પોલીસે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ફરિયાદીને રોકડ રકમ પરત કરી હતી.


આ પણ વાંચો - Morbi News: હળવદમાં પોલીસ કર્મીની દાદાગીરીનો વીડિયો વાયરલ, વેપારી સામે રૌફ જમાવ્યો


  • Follow us on: