જૂનાગઢમાં ગેરકાયદેસર ફટાકડાનો સંગ્રહ કરનાર વેપારી ઝડપાયો છે અને 32.63 લાખના ફટાકડાના જથ્થા સાથે વેપારીની ધરપકડ કરી છે, પોસ્ટ ઓફિસ રોડ ઉપરની જલારામ સીઝન સ્ટોરમાં પોલીસે દરોડા પાડયા હતા અને ફટાકડા વેચાણ કરવા કે સંગ્રહ કરવાની પરવાનગી વગર રખાયો હતો જથ્થો, માનવ જિંદગી જોખમાય અને ફાયર સેફટીની સુવિધા નહોતી તેને લઈ વેપારી સામે ગુનો નોંધાયો છે.

નયન ભાયાણી નામના વેપારી સામે ગુનો નોંધી કરી કાર્યવાહી

જૂનાગઢમાં પોસ્ટ ઓફિસ રોડ પર આવેલ સીઝન સ્ટોરમાં વેપારીએ ગેરકાયદેસર રીતે ફટાકડાનો જથ્થો રાખ્યો હતો અને તેના કારણે લોકોની જિંદગી જોખમમાં મૂકાય તેવું પોલીસને લાગ્યું હતુ અને ગુનો નોંધ્યો હતો, તો આ વેપારી પાસે ફટાકડા રાખવા માટે કોઈ પરવાનગી હતી અને ફટાકડા વેચાણને લઈ કોઈ મંજૂરી નહી હોવાથી પોલીસે ફટાકડાના જથ્થા સાથે વેપારીની ધરપકડ કરી છે. જુનાગઢ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે આ દુકાનમાં તપાસ કરી હતી.

ફટાકડાનું છૂટક વેચાણ પણ કરવામાં આવતું હતુ

ભર બજારની વચ્ચે કોઈપણ પ્રકારનું લાઇસન્સ કે ફટાકડા વહેંચવા માટેની કોઈપણ પ્રકારની પૂર્વ કે પ્રાથમિક મંજૂરી ન હોવા છતાં પણ નયન ભાયાણીએ પોતાના કબ્જા વાળી દુકાનમાં મોટા પ્રમાણમાં ફટાકડાનો જથ્થો સંગ્રહિત કર્યો હતો અને અહીંથી તે છૂટક વેચાણ કરી રહ્યો હતો.


આ પણ વાંચો : Valsad News : વલસાડના મોગરવાડીમાં ચાઈનીઝ દોરીનો કેસ કરવા ગયેલ પોલીસકર્મીને સ્થાનિકોએ ઢીબી નાખ્યો