જૂનાગઢમાં 8 માસથી ગુમ વૃદ્ધાના અવશેષો કૂવામાંથી મળી આવ્યા છે અને પોલીસને જાણ થતા ફોરેન્સિકની મદદ લીધી હતી, હાલમાં પોલીસને કૂવામાંથી હાડકા મળી આવ્યા છે અને ફોરેન્સિક રીપોર્ટ બાદ સત્યતા સામે આવશે, તો પોલીસે એક શકમંદની પૂછપરછ પણ કરી છે અને તપાસનો ધમધમાટ શરૂ છે.
આયુષ્યમાન કાર્ડ કઢાવવા ગયા બાદ વૃદ્ધા લાપતા હતા
જૂનાગઢમાં 8 માસથી ગુમ વૃદ્ધાના અવશેષો કૂવામાંથી મળ્યા છે, આ બાબતે પરિજનોએ પણ વૃદ્ધ ગુમ હોવાની અરજી અલગ-અલગ જગ્યાએ કરી હતી વૃદ્ધા ઘરેથી નીકળ્યા બાદ મળી આવ્યા ન હતા અને પરિજનોએ અગાઉ પણ પોલીસને જાણ કરી હતી CCTV ફૂટેજમાં વૃદ્ધા છેલ્લે રામ મંદિરમાં દેખાયા હતા અને લૂંટના ઇરાદે હત્યા કરી લાશ કૂવામાં ફેંક્યાની આશંકા છે, પોલીસે અલગ-અલગ લોકોની પૂછપરછ કરી છે અને ગામમાં જે જગ્યાએ સીસીટીવી છે તે પણ તપાસ માટે લીધા છે.
