સંદેશ ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે અને ડીજેના સંચાલકોને પોલીસે દબોચ્યા છે, પોલીસે આરોપીઓને અને ડીજે સંચાલકો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે, ટુંડેલ ગામે અશ્લીલ ડાન્સનો વીડિયો વાયરલ થયો હતો અને વસો પોલીસે કુલ 4 શખ્સોની કરી અટકાયત, અન્ય આરોપીઓને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
DJ પર ચઢી પેન્ટ ઉતારી અશ્લીલ હરકત કરનારને પોલીસે દબોચી લીધા
નડિઆદના ટુંડેલમાં DJ પર ચઢી પેન્ટ ઉતારી અશ્લીલ હરકત કરતો વીડિયો સંદેશ ન્યૂઝે પ્રસારિત કર્યો હતો અને ત્યારબાદ પોલીસ હરકતમાં આવી હતી અને આરોપીને દબોચી લીધા હતા, વસો પોલીસે તાત્કાલિક ટીમ બનાવી અશ્લીલ હરકત કરનાર યુવકોને શોધી કાઢ્યા છે અને 01-મહેશભાઇ વિક્રમભાઈ વાઘેલા 02-રમેશભાઇ કનુભાઇ પરમાર 03-વિશાલભાઇ અશોકભાઇ વાઘેલા તમામ રહે. ટુંડેલ વખતપુરા તા.નડિઆદ જી.ખેડા 04-હિતેનભાઇ નરેન્દ્રભાઈ વાઘેલા, રહે.મલીયાતજ તા.માતર જી.ખેડાને દબોચી લીધા છે.
આ સાથે અન્ય 7 આરોપીઓ પકડવાના બાકી
આ તમામની પોલીસે અટકાયત કરી BNS 296(a)(b), 223, 54, તથા GP act કલમ110 મુજબ ગુનો નોંધી આગળની વધુ કાર્યાવાહી હાથ ધરી અને અન્ય 7 આરોપીને ઝડપવાના બાકી છે, એક લગ્ન પ્રસંગમાં ડી.જે.ના વરઘોડા દરમિયાન બે જૂથો વચ્ચે સંગીતના અવાજ બાબતે હરીફાઈ જામી હતી. આ દરમિયાન નશામાં કે ઉત્તેજનામાં આવી ગયેલા મહેશ વિક્રમ વાઘેલા નામના યુવકે જાહેર માર્ગ પર જ પોતાનું પેન્ટ ઉતારી દઈને બીભત્સ ચેનચાળા કર્યા હતા.
આ પણ વાંચો : Rajkot News : રાજકોટમાં સગીરા પર દુષ્કર્મ કરનાર આરોપીને કોર્ટે 20 વર્ષ કેદની સજા ફટકારી









