જમ્મુ કાશ્મીરના શખ્સો કચ્છના પ્રતિબંધિત વિસ્તારમાં રોકાયા હતા અને નારાયણ સરોવર વિસ્તારમાંથી શખ્સોને SOGએ ઝડપ્યા છે, બંને સામે જાહેરનામા ભંગ બદલ ગુનો નોધવામાં આવ્યો છે. ઝડપાયેલા શખ્સો છેલ્લા કેટલા સમયથી રોકાયા હતા અને અહીંયા શું કરતા હતા તે દિશામાં પોલીસે ધમધમાટ શરૂ કર્યો છે.
કચ્છના પ્રતિબંધિત વિસ્તારમાંથી ઝડપાયા 2 શખ્સ ઝડપાયા
કચ્છના નાળા વિસ્તારમાં પ્રતિબંધ છે અને આ પ્રતિબંધ વિસ્તારમાંથી 2 શખ્સ ઝડપાયા છે, કોઈની પરવાનગી વિના આ શખ્સ ઘુસ્યા હતા અને એસઓજી પોલીસને જાણ થતા બન્નેની અટકાયત કરી હતી અને ગુનો નોંધ્યો છે, પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, આ બન્ને શખ્સો પહેલા ગાંધીધામ આવ્યા હતા અને ત્યારબાદ માંડવીમાં જુદી-જુદી મસ્જિદમાંથી ફાળો પણ ઉઘરાવ્યો હતો અને બન્ને ગેસ્ટ હાઉસમાં રોકાયા હતા, પોલીસે આ મામલે વધુ તપાસ આદરી છે.













