કચ્છના ગાંધીધામમાં નબીરાઓ બેફામ બન્યા છે અને વાહનચાલકોને અડફેટે લીધા છે, અકસ્માત સર્જયા બાદ કાર ડિવાઈડર પર ચઢી ગઈ હતી, તો નબીરાઓને લોકોએ મેથીપાક ચખાડયો હતો અને પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે, અકસ્માત એટલો ગંભીર હતો કે કારને પણ મોટું નુકસાન થયું છે.


[[$googlead]]

કચ્છના ગાંધીધામમાં નબીરાઓએ બેનો ભોગ લીધો

કચ્છના ગાંધીધામમાં ટાગોર રોડ પર નબીરાઓએ 4 લોકોને અડફેટે લીધા છે જેમાંથી 2ના ઘટના સ્થળે મોત થયા છે, અને બે લોકોને ઈજા થતા તેમને સારવાર હેઠળ ખસેડાયા છે, લોકોએ એક નબીરાને પકડી મેથીપાક ચખાડ્યો છે અને ત્રણ નબીરાઓ અકસ્માત સર્જી ફરાર થયા છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથધરી છે. ગાંધીધામ બી ડિવિઝન પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથધરી.

ત્રણ નબીરાઓ અકસ્માત સર્જી ફરાર થયા

ઘટનાની જાણ થતા લોકોના ટોળા ઉમટયા હતા અને પોલીસને જાણ કરી હતી, સાથે સાથે ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડયા છે, જે લોકોના મોત થયા છે તેમના મૃતદેહને પીએમ માટે ખસેડયા છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે, ગુજરાતમાં નબીરાઓ એટલા બેફામ બન્યા છે કે, તે લોકો અકસ્માત કરતા જ રહે છે અને લોકોની જિંદગી પૂર્ણ કરી દે છે.

[[$alsoread]]


આ પણ વાંચો : Gir News : ગીરના જંગલમાં સિંહોની સુરક્ષા માટે 5 અંડરપાસ બનશે, સાંસદ પરિમલ નથવાણીને રેલવેમંત્રીએ આપ્યો જવાબ


  • Follow us on: