આ મામલે ફરિયાદીએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, છેલ્લા સાત વર્ષથી પોતાના સાથે બે ઇસમોએ ફકીર બાપુની ઓળખ આપી નડતર દૂર કરવાની તાંત્રિક વિધિ તેમજ તેમની પાસે રહેલા રૂપિયા ડબલ કરવાની લાલચ આપી 7.50 લાખ રૂપિયા જેટલી રકમ પડાવી લીધી છે. ત્યારબાદ હજુ પણ તાંત્રિક વિધિ કરવાનું કહીને વધારે રૂપિયાની માંગણી કરી ફરિયાદીને માનસિક રીતે હેરાન પરેશાન કરતા હતા.


કોઈના ઘરે દુખ હોય તેવા લોકોને આરોપીઓ વધારે ટાર્ગેટ કરતા

નખત્રાણા પોલીસે આરોપી પીરમામદ ફકીર ઉર્ફે ફિરોઝ ફકીર તેમજ લતીફ ફકીર મામદ ફકીરને 7.20 લાખની રોકડ રકમના મુદામાલ સાથે ઝડપી પાડયા છે. ઝડપાયેલા આરોપીની મોડસ ઓપરેન્ડી વાત કરવામાં આવે તો આરોપીઓ એવા વ્યક્તિઓને ટાર્ગેટ કરતા હતા જેના ઘરમાં નાના-મોટા દુઃખના પ્રસંગો બનેલા હોય જેનું દુઃખ દૂર કરવા માટે તાંત્રિક વિધિના નામે વિશ્વાસમાં લઈને અલગ અલગ જગ્યાએ બોલાવીને તેની પાસેથી રૂપિયા પડાવતા હતા.

વાડીમાંથી સોનાના ભરેલા માટલા તેમજ રૂપિયા મળશે તેમ કહી છેતરપિંડી કરતા

સાથે જ તમારી વાડીમાંથી સોનાના ભરેલા માટલા તેમજ રૂપિયા ભરેલા કોથળા નીકળશે તેવી લાલચ આપી લોકોને વિશ્વાસમાં લઈને છેતરપિંડી આચરતા હતા, હાલ પોલીસે બંને આરોપીને ઝડપી પાડી આરોપીએ અન્ય કેટલા લોકો સાથે તાંત્રિક વિધિના નામે ઠગાઈ આચરી છે તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


  • Follow us on: