અરવલ્લી જિલ્લા પોલીસે બાઈક ચોર ગેંગ ઝડપી પાડી છે અને અમદાવાદ-ગાંધીનગરમાં બાઈક ચોરી કરતા હોવાની વાત સામે આવી છે, રાજસ્થાનના ચાર યુવકો GIDCમાં નોકરી કરી ચોરી કરતા અને પોલીસે 4.20 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, ચોરીના બાઈકો સાથે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.


અરવલ્લી જિલ્લા એલસીબી પોલીસને બાઈક ચોર ગેંગ ઝડપી

અમદાવાદ અને ગાંધીનગરમાં બાઈક ચોરી કરતી ગેંગને પોલીસે ઝડપી પાડી છે, રાજસ્થાનના યુવકો બાઈક ચોરીમાં ઝડપાતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, એલસીબી ટીમને બાતમી મળી હતી કે, મોડાસાના ગાજણ પાસે શંકાસ્પદ હાલતમાં યુવકો હતા અને તેને ઝડપી પાડી તેમની પૂછપરછ કરતા બાઈક ચોરીનો ગુનો ઉકેલાયો છે, પોલીસે મુદ્દામાલ જપ્ત કર્યો છે અને તપાસમાં સામે આવ્યું કે, આરોપીઓ નોકરી કરીને ચોરી કરતા હતા.

અમદાવાદ-ગાંધીનગરમાં બાઈક ચોરતી ગેંગ ઝડપાઈ

રાજસ્થાનના ચાર યુવકો જીઆઇડીસીની હોટલ પર નોકરી કરતા હતા અને નોકરી બાદ ચોરીને અંજામ આપતા હતા, પોલીસે 8 બાઈક ચોરીના ઝડપી પાડયા છે, અને અન્ય કંઈ કઈ જગ્યાએ ચોરી કરી છે તેને લઈ તપાસ શરૂ કરી છે, મહત્વની વાત છે કે, બાઈકની ચોરી કરી આ લોકો કોને બાઈક વેચતા હતા તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીઓએ અમદાવાદમાં પણ ચોરી કરી છે અને તેનો ભેદ પણ અરવલ્લી પોલીસે ઉકેલ્યો છે. 

મોડાસા ટાઉન પીઆઈ આગળની તપાસ ચલાવી રહ્યાં છે

ગાજણ ગામની સીમમાં સર્વોતમ હોટલ આગળ શામળાજીથી મોડાસા તરફ આવતા હાઈ-વે રોડ ઉપર વાહન ચેકીંગમાં હતા દ૨મ્યાન મળેલ બાતમી હકીકત મુજબ આ કામના મુખ્ય સુત્રધાર ગજવિરસિંહ સ/ઓફ કાલુસિંહ ૨ણજીતસિંહ ચૌહાણ હાલ રહે.હેબતપુર થલતેજ અમદાવાદ મુળ ૨હે.ચુંડાવાડા તા.વિંછીવાડા જી.ડુંગરપુર (રાજસ્થાન) નાઓ તેના ત્રણ સાગરીતો સાથે કુલ-૪ નંબર વગરની સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલો લઇ આવતા સદરી ઇસમોને મોટર સાયકલોના કાગળો કે કોઈ આધાર પુરાવા કે બીલ રજુ કરવા જણાવતાં પોતાની પાસે નહી હોવાનુ જણાવેલ અને આ મોટર સાયકલો સહીત બીજી ચાર મળી કુલ-૮ મોટર સાયકલો અમદાવાદ શહે૨ના નારણપુરા, વસ્ત્રાપુર, સોલા, રાણીપ, સરગાસણ (ગાંધીનગર) વિસ્તારમાંથી ચોરી કરેલ હોવાનુ જણાવેલ જેથી સદરી ઇસમો લઇ આવેલ ચાર મોટર સાયકલો તથા બીજી ચાર મોટર સાયકલો સહીત કુલ-૮ મોટર સાયકલો કિ.રૂ.૪,૦૦,૦૦૦/- નો મુદામાલ તેમજ સદરી ઇસમોની અંગ ઝડતી દ૨મ્યાન મળી આવેલ મોબાઇલ ફોન નંગ-૪ કિ.રૂ.૨૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૪,૨૦,૦૦૦/- નો મુદામાલ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ અર્થે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશને સોપેલ છે.

પકડાયેલ આરોપીઓ

(૧) ગજવિરસિંહ સ/ઓફ કાલુસિંહ રણજીતસિંહ ચૌહાણ હાલ રહે.હેબતપુર થલતેજ અમદાવાદ મુળ ૨હે. ચુંડાવાડા તા.વિંછીવાડા જી.ડુંગરપુર (રાજસ્થાન)

(२) હર્ષ સ/ઓફ અક૨ચંદ શંકરસિંગ દરોગા હાલ ૨હે.કઠવાડા જી.આઈ.ડી.સી.ઓઢવ, અમદાવાદ મુળ ૨હે.ચુંડાવાડા તા. વિંછીવાડા જી.ડુંગરપુર (રાજસ્થાન)

(૩) મહાવીરસિંગ ભુપેન્દ્રસિંગ ચૌહાણ હાલ રહે. કઠવાડા GIDC ઓઢવ અમદાવાદ મુળ રહે. ચુંડાવાડા તા.વિંછીવાડા જી.ડુંગરપુર

(४) ખુશપાલ હરીરામ મીણા હાલ રહે.કઠવાડા જી.આઈ.ડી.સી.ઓઢવ, અમદાવાદ મુળ રહે.ભાટોલી તા.સાબલા જી.ડુંગરપુર

શોધી કાઢવામાં આવેલ ગુના

વસ્ત્રાપુર પો.સ્ટે. પાર્ટ એ ગુ.૨.નં.૧૧૧૯૧૦૨ ૦૨૫૦૫૩૪/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ ની ક.303(૨) મુજબ

વસ્ત્રાપુર પો.સ્ટે. ઇ-એફ.આઈ.આર. નં.૨૦૨૫૧૨૨૨૯૬૬૧૪૦ ની દાખલ થયેલ છે.

સોલા હાઈકોર્ટ પો.૨સ્ટે. ગુ.૨.નં.૧૧૧૯૧૦૪૫૨૫૦૯૬૯/૨૦૨૫ ભા૨તીય ન્યાય સંહીતા- ૨૦૨૩ ની ક.૩૦૩(૨) મુજબ.

સોલા હાઈકોર્ટ પો.સ્ટે. પાર્ટ ગુ.૨.નં.૧૧૧૯૧૦૪૫૨૫૦૯૭૪/૨૦૨૫ ભા૨તીય ન્યાય સંહીતા-૨૦૨૩ ની ક.૩૦૩(૨) મુજબ.

રાણીપ પો.સ્ટે.ગુ.૨.નં. ૧૧૧૯૧૦૦ ૨૨૫૦૫૭૫/૨૦૨૫ ભા૨તીય ન્યાય સંહીતા-૨૦૨૩ ની ક.૩૦૩(૨) મુજબ.

નારણપુરા પો.સ્ટે.ગુ.૨.નં. ૧૧૧૯૧૦૩૪૨૫૦૨૦૧/૨૦૨૫ ભા૨તીય ન્યાય સંહીતા-૨૦૨૩ ની ક.૩૦૩(૨) મુજબ.

નારણપુર પોલીસ સ્ટેશન વિસ્તારના નારણપુરા પલ્લવ ચાર રસ્તા ખાતે બનેલ નવા બ્રિજની નીચેથી ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ છે.

સેકટ૨-૭ ગાંધીનગર પો.સ્ટે.ગુ.૨.નં. ૧૧૨૧૬૦૦૮૨૫૦૮૪૧/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ ની ક.૩૦૩(૨) મુજબ.

 

આ પણ વાંચો : Surendranagarના સાયલાના કસવાડીની સીમમાં ગાંજાનું વાવેતર ઝડપાયું, જુઓ Video


  • Follow us on: