મોડાસામાં AAPના બે કાર્યકર દારુ સાથે ઝડપાયા છે અને મોડાસાની મધુવન સોસાયટીમાં દારુ સાથે રંગેહાથ ઝડપાયા છે, આરોપીઓ સામે પ્રોહીબિશન એક્ટ હેઠળ કાર્યવાહી કરાઈ છે, આરોપીઓ AAPના કાર્યકર હોવાનું તપાસમાં બહાર આવ્યું અને અભિજીત વાઘ અને જયદીપ સિંઘ બંન્ને આપના કાર્યકર છે.

અરવલ્લી જિલ્લામાં આપના બે કાર્યકરો વિદેશી દારૂ સાથે ઝડપાયા

મોડાસામાં મધુવન સોસાયટીમાં દારૂ સાથે રંગે હાથ ઝડપ્યા આમ આદમી પાર્ટીના બે કાર્યકરો, તો પોલીસને બાતમી મળી હતી અને તે બાતમીના આધારે પોલીસે કરી કાર્યવાહી, જિલ્લા એલસીબી પોલીસની કાર્યવાહીમાં બે પરપ્રાંતિયની ધરપકડ કરવામાં આવી છે, માધવ ફ્લેટ આગળ મોટર સાઇયલમાંથી વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો છે, પોલીસે 30,325 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

બંને આરોપીઓ સામે પ્રોહીબિશન એક્ટ હેઠળ કાર્યવાહી

બંને આરોપીઓ આમ આદમી પાર્ટીના કાર્યકર હોવાનું તપાસમાં બહાર આવ્યું છે અને બંને આરોપી અરવલ્લી જિલ્લા આપના સંગઠનમાં કાર્યકર છે, અભિજીત વાઘ અને જયદીપ સિંઘ બંને આપના કાર્યકર છે અને બંને આરોપીઓ ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશના મૂળ રહેવાસી છે, આરોપીઓ રાજસ્થાનથી દારૂ લાવીને છૂટકમાં વેચાણ કરતા હતા.


આ પણ વાંચો : Banaskantha News : અંબાજીના ચાચર ચોકમાં ‘અંબાજી ઉત્સવ’નો પ્રારંભ, વહીવટદાર અને અધિક કલેક્ટરના હસ્તે મહોત્સવને ખુલ્લો મુકાયો