કુલ 8.730 કિલોગ્રામ ગાંજો અને ₹4,36,500નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, ગાંજાનું વાવેતર કરનાર રાજુભાઈ કાંતિભાઈ નાથબાવાની ધરપકડ કરવામાં આવી છે અને મૂળ ગાયત્રીનગર, વિસનગરનો રહેવાસી છેલ્લા કેટલાય સમયથી લાલપુર (કુણોલ) ખાતે ઝૂંપડું બનાવી આશ્રમમાં સેવક તરીકે રહેતો હતો અને SOG ટીમની વધુ તપાસ હાથ ધરી છે.
અરવલ્લી જિલ્લામાં ગાંજાનું વાવેતર ઝડપાયું
અરવલ્લી જિલ્લામાં મોટા પ્રમાણમાં ગાંજાનું વાવેતર ઝડપાયું છે અને ગાંજો પાકની વચ્ચે ઉગાડવામાં આવ્યો હતો ત્યારે એસઓજી પોલીસને બાતમી મળી હતી અને તે બાતમીના આધારે આરોપીની ધરપકડ કરવામાં આવી છે, ગાંજો કોને અને કયાં આપવાનો હતો તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને આરોપીના પોલીસ રિમાન્ડ પણ માગી શકે છે.
