મોરબીની સબ જેલમાં કેદીઓ પ્રતિબંધિત ચીજવસ્તુઓનો ઉપયોગ કરતા હોવાનું ફરી એકવાર સાબિત થયું છે. જેલ પ્રશાસન દ્વારા કરવામાં આવેલા રૂટિન ચેકિંગ દરમિયાન જેલના બેરેકમાંથી એક મોબાઈલ ફોન મળી આવતા જેલ તંત્રમાં દોડધામ મચી ગઈ છે.


સીમ કાર્ડ વગરનો મોબાઈલ ફોન મળ્યો

મળતી વિગતો અનુસાર, જેલના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા જેલની બેરેકોમાં અચાનક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન એક બેરેકમાંથી સીમ કાર્ડ વિનાનો મોબાઈલ ફોન બિનવારસી હાલતમાં મળી આવ્યો હતો. જેલમાં મોબાઈલ પહોંચ્યો કેવી રીતે? અને કયો કેદી આ ફોનનો ઉપયોગ કરતો હતો? તે અંગે અત્યારે અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે.

પોલીસ કાર્યવાહી

સીમ કાર્ડ વિનાનો મોબાઈલ ફોન મળી આવતા જેલના જેલર દ્વારા આ મામલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે મોબાઈલ કબજે કરી તેને એફએસએલ (FSL) માં મોકલવાની તજવીજ હાથ ધરી છે, જેથી તેની કોલ ડિટેલ્સ અને લોકેશન પરથી મોબાઈલનો ઉપયોગ કરનાર અને જેલમાં પહોંચાડનાર શખ્સનો પર્દાફાશ થઈ શકે. ઉલ્લેખનીય છે કે જેલની અંદર મોબાઈલ મળવાની ઘટના સુરક્ષા વ્યવસ્થા સામે મોટા સવાલો ઉભા કરી રહી છે.


આ પણ વાંચો - Morbi News : મોરબી એસઓજી પોલીસે ગાંજા સાથે એક શખ્સની કરી ધરપકડ, છૂટક ગાંજાનું કરતો હતો વેચાણ


  • Follow us on: