મોરબીમાં ટેન્કર ચાલકે 2 યુવાનોને અડફેટે લીધા છે અને એકનું ઘટના સ્થળે અને એકનું સારવાર દરમિયાન મોત થયું છે, ગીડચ ગામે ટેન્કરે બાઇકને અડફેટે લીધું હોવાની વાત સામે આવી છે, પોલીસે ઘટના સ્થળેથી ટેન્કર ચાલકની અટકાયત કરી છે અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, ટેન્કર ફુલ સ્પીડમાં હોવાની વાત સ્થાનિકોએ કરી છે.


મોરબીમાં ટેન્કરની અડફેટે બે યુવકે જીવ ગુમાવ્યો

મોરબી તાલુકાના ગીડચ ગામે ટેન્કરની અડફેટે બાઇક સવાર બે યુવકના મોત થયા છે, બુલેટ બાઇક લઈને જતા ભાવેશ ટીંડાણી (ઉમર ૨૭)નું ઘટનાસ્થળે અને મહેશ કુંવરિયા (ઉમર ૨૬)નું સારવાર દરમિયાન મોત થયું છે, પોલીસે સમગ્ર ઘટનામાં મૃતદેહને પીએમ માટે ખસેડયો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે.

ટેન્કર અને બુલેટ બાઈક વચ્ચે સર્જાયો હતો અકસ્માત

તો સમગ્ર ઘટનામાં ટેન્કર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા લોકોના ટોળા ઉમટી પડયા હતા, પ્રાપ્ત માહિતી અનુસાર વાત કરીએ તો ટેન્કર અને બાઈક સામસામે અથડાતા આ ઘટના બની હતી, તો ઈજાગ્રસ્ત યુવાનને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા, જયાં તેમનું મોત થયું છે, માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.


 
  • Follow us on: