મોરબીમાં વ્યાજખોરોએ 50 હજાર સામે માંગ્યા 4.35 લાખ રૂપિયા અને વ્યાજખોરોની ઉઘરાણીથી કંટાળી વેપારીએ નોંધાવી ફરિયાદ, મોરબી પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે અને વેપારીએ 50 હજાર વ્યાજે લીધા હતા. ફરીયાદી દિલીપ ચૌહાણે ચાર વ્યાજખોરો સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

મોરબીમાં બુટ ચંપલના ધંધાર્થી પિતા પુત્ર વ્યાજખોરોના ચુંગલમા ફસાતાં ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી છે, આરોપી સંજય ચુડાસમાએ 50 હજારના 29 મહિનામાં 4.35 લાખ વ્યાજ આરોપી ઇકબાલ પીંજારાએ 1 લાખનું દરરોજ 1500 વ્યાજ તેમજ સબીર પીંજારાએ 2 લાખનાં 3.60 લાખ રૂપિયા દેવાં છતાં પઠાણી ઉઘરાણી કરતા હતા, આરોપી હેમંત આહીરને 20 હજાર વ્યાજ સહિત આપી દેવા છતાં ધમકીઓ આપતા ફરીયાદ નોંધાઈ છે.

મોરબીમાં વ્યાજખોરોના ત્રાસને લઈ પોલીસ બની એલર્ટ

મોરબી જીલ્લામાં અનેક પરિવારો વ્યાજખોરના ત્રાસના લીધે હેરાન છે. તેવામાં આજે મોરબીમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મોરબીના એસ.પી. મુકેશકુમાર પટેલના માર્ગદર્શન હેઠળ જન સંપર્ક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડીવાયએસપી જે.એમ. આલ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા અને આ જનસંપર્ક સભામાં મોરબી જિલ્લામાં ગેરકાયદે નાણાં ધીરધાર કરતાં લોકો કે વ્યાજ વટાવનો ધંધો કરનારા લોકોનો ભોગ બનેલા વ્યક્તિઓ સહિતના લોકો હાજર રહ્યા હતા.


આ પણ વાંચો : Botad News : બોટાદમાં કષ્ટભંજન મંદિરની પાછળનાં ૨સ્તા ઉપર અન-અધિકૃત રીતે ફેરીયાઓ ઉપરાંત લારી-ગલ્લાવાળાઓને મનાઈ ફરમાવતા જિલ્લા અધિક મેજિસ્ટ્રેટ