મોરબીમાં હનીટ્રેપમાં ફસાવનાર ખેડૂતે ફરિયાદ નોંધાવી હતી અને 5 આરોપીઓને રૂ. 51.11 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવી છે, આરોપી જીલુ પરસાડીયા, મુકેશ આલ, કરણ વરુ, પાંચા માણસુરિયા, દેવાંગ વેલાણીની ધરપકડ કરવામાં આવી છે અને 3 આરોપીની શોધખોળ પોલીસે કરી છે.


[[$googlead]]

ખેડૂતને હનીટ્રેપમાં ફસાવીને રૂપિયા પડાવનાર 5 આરોપીઓ પકડાયા

મોરબીમાં આધેડ ખેડૂતને હનીટ્રેપમાં ફસાવીને રૂપિયા પડાવનાર 5 આરોપીઓ પકડાયા છે, આધેડ પાસે ખેતમજૂરના નામે મહિલા મોકલી વાંધાજનક ફોટો અને વીડિયો ઉતારી લઈ હનીટ્રેપમાં ફસાવ્યા હતા, બે સોનાના બિસ્કીટ સહિત કુલ 53 લાખ 50 હજાર આધેડ પાસેથી પડાવી લેવાયાં છે અને મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકે મહિલા સહિત 8 સામે ફરિયાદ નોંધાઈ છે.

આ ગેંગનો મુખ્યસૂત્રધાર ખેડૂતને જાણતો હોવાની આશંકા

પોલીસ તરફથી મળતી માહિતી પ્રમાણી વાત કરીએ તો ગેંગનો એક આરોપી જે ખેડૂતને જાણતો હતો અને બહારગામ જઉં હોય તો ડ્રાઈવર તરીકે તેને લઈ જતા હતા, જેથી ખેડૂતની આર્થિક સ્થિતિને લઈ તે માહિતગાર હતો અને અન્ય લોકોને તેને જાણ કરી હોવાથી આ કાવતરૂ રચાયું હોવાની આશંકા સેવાઈ રહી છે, પોલીસે ફરાર આરોપીઓ સુધી પહોંચવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

[[$alsoread]]


આ પણ વાંચો : Ahmedabad News : અમદાવાદમાં મતદાર યાદીમાં નામ નોંધાવવા અને સુધારા માટે 27,28 ડિસેમ્બર અને 3, 4 જાન્યુઆરી તમામ મતદાનમથકો પર વિશેષ કેમ્પ યોજાશે



  • Follow us on: