ફરિયાદીએ ધ્રાંગધ્રાના બે ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને બન્ને ઈસમો દ્વારા ફાયરિંગ કરાયાની આશંકા સેવાઈ રહી છે, અગાઉ ફરિયાદીએ રૂ. 5 લાખની ખંડણીની નોંધાવી હતી ફરિયાદ અને તેની જ અદાવત રાખીને ફાયરિંગ થયું હોવાની શંકા સેવાઈ રહી છે, ટ્રાન્સપોર્ટના ધંધાર્થીએ નોંધાવી હતી ફરિયાદ અને બીભત્સ ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી.
હળવદમાં મોડી રાત્રે ફાયરિંગની ઘટના
હળવદના સરકારી આવાસ નજીક આવેલ ગૌશાળા નજીક ફાયરિંગની ઘટના બની છે, ફિરોઝ સંધીએ થોડા દિવસ પહેલા 5 લાખની રકમની ખંડણીની ફરિયાદ નોંધાવી હતી તેનું વેર રાખીને આ ફાયરિંગ કર્યુ હોવાની આશંકા સેવાઈ રહી છે, ટ્રાન્સપોર્ટના ધંધાર્થી પાસે બીભત્સ ફોટા વાયરલ કરવાની ધમકી આપી પાંચ લાખની માંગણી કરી હોય તેવી ફરિયાદ નોંધાવી હતી, ધાંગધ્રાના બે ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા તેઓ દ્વારા ફાયરિંગ કર્યું હોવાની આશંકા છે.













