મોરબીના ટંકારાના વિવિધ વિસ્તારમાં 5560 મીટર એલ્યુમિનિયમ તારની ચોરી થઈ છે અને પીજીવીસીએલના જે વાયરો છે તેની ચોરી થઈ હોવાની વાત સામે આવી છે, તો ઘટનાની જાણ થતા પીજીવીસીએલના અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને પોલીસને જાણ કરી હતી.

મોરબીના ટંકારામાં એલ્યુમિનિયમ તારની ચોરી

ટંકારા પીજીવીસીએલના નાયબ ઇજનેર અશ્વિન ભુવાએ 3.95 લાખનાં વીજતારની ચોરીની ફરીયાદ નોંધાવી છે અને મિતાણાના નાના ડેમ પાસે, હિરાપર પાટીયા પાસે, અરણેશ્વર ફીડર સહિત અલગ અલગ વિસ્તારોમાં એલ્યુમિનિયમ વાયરની ચોરી થઈ છે, ટંકારાના વિવિધ વિસ્તારમાં એલ્યુમિનિયમ વાયરની ચોર ટોળકીનો તરખાટ સામે આવ્યો છે અને ટંકારા પોલીસે ઈલેક્ટ્રીસિટી એક્ટ હેઠળ ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ગઈકાલે પણ ટંકારાના સાવડીમાં તસ્કરોએ 16 વીજપોલ પરથી 1800 મીટર તારની ચોરી થઈ

મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં તસ્કરોએ હવે વીજ કંપનીને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. સાવડી ગામની સીમમાં આવેલી PGVCLની લાઈનમાંથી મોટા પાયે વીજ તારની ચોરી થવાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. તસ્કરોએ રાત્રિના અંધકારનો લાભ લઈ લાખોની કિંમતના એલ્યુમિનિયમ વાયરની ચોરી કરી છે.


આ પણ વાંચો : Railway News : રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવએ અમદાવાદ-ધોલેરા સેમી હાઈ સ્પીડ રેલ કનેક્ટિવિટી પ્રોજેક્ટની સમીક્ષા કરી