મોરબીના હળવદમાં 3 ગામની 344 વીઘા જમીનનું કૌભાંડ કરવામાં આવ્યું છે અને બનાવટી દસ્તાવેજ બનાવવામાં આ આરોપીઓએ મદદ કરી હોવાની વાત સામે આવી છે, સિક્કા અને રાઉન્ડ સિલમાં મદદ કરવાનો ગુનો આ ઝડપાયેલ આરોપી સામે નોંધાયો છે અને પોતાના કાર્યકાળ દરમિયાન આચર્યુ કૌભાંડ.
હળવદમાં જમીન કૌભાંડ કર્યુ હતુ
મામલતદારે મહિલા સહિત 9 સામે કરી હતી ફરિયાદ અને પોલીસે અત્યાર સુધીમાં 7 આરોપીની આ કેસમાં ધરપકડ કરી છે, વાત એવી છે કે, આરોપીઓએ કોયબા, સુંદરીભવાની અને ઘનશ્યામપુર ગામે સરકારી જમીન પચાવી પાડી હતી અને આરોપીઓએ આ જમીન પોતાના નામે કરી દીધી હતી અને સમગ્ર ઘટનાની જાણ મામલતદારને થતા મામલતદારે તપાસ કરતા કૌભાંડ સામે આવ્યું હતુ. આ કેસમાં 9 માંથી 2 તો મહિલા આરોપી હોવાની પણ વાત છે.













