રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ મથકની ટીમે બાતમીના આધારે નશીલા પદાર્થોનું વેચાણ કરતા તત્વો સામે સફળ ઓપરેશન પાર પાડ્યું છે. રાજકોટ શહેરના SK ચોક પાસે આવેલા નરસિંહ નગર વિસ્તારમાં એક પાન-બીડીના વેપારી દ્વારા નશીલા પદાર્થ ગાંજાનું વેચાણ કરવામાં આવતું હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળી હતી. આ બાતમીના આધારે પોલીસે રેડને આધારે આરોપીને ઝડપી લીધો છે.
302 ગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત
પોલીસની રેડ દરમિયાન આરોપી પાસેથી આશરે 302 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો છે. પોલીસ તપાસમાં એવી ચોંકાવનારી વિગત સામે આવી છે કે, આરોપી પોતાની પાન-બીડીની દુકાનના ઓઠા હેઠળ ગુપ્ત રીતે આ નશીલા પદાર્થનું વેચાણ કરતો હતો. પોલીસે ગાંજાનો જથ્થો કબજે કરી આરોપીની અટકાયત કરી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.













