રાજકોટમાં સાંઈપ્રેમ ગેસ એજન્સીનું ગોડાઉન સીલ કરાયું છે અને ગોડાઉનમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગ થતા કાર્યવાહી કરવામાં આવી છે, ડાઉનમાંથી ગેસના 600 બાટલા સીઝ કરાયા છે અને પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે, પોલીસને બાતમી મળી હતી અને રાજકોટ ગ્રામ્ય એસઓજી પોલીસનો સ્ટાફ ગોડાઉન પહોંચ્યો હતો.
રાજકોટમાં ગેસ ગોડાઉનમાંથી 600 બાટલા સીઝ કરાયા
રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા સાંઈપ્રેમ ગેસ એજન્સીના ગોડાઉનને સીલ કરવામાં આવ્યું છે, ગેસના ગોડાઉનમાં ગેરકાયદે રિફિલિંગ થતું હોવાના મામલે કાર્યવાહી કરવામાં આવી છે, રાજકોટ ગ્રામ્ય SOG બ્રાન્ચ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો અને બાટલા સીઝ કરવામાં આવ્યા છે અને ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, ગોડાઉન સીલ કરી પુરવઠા વિભાગને પણ જાણ કરવામાં આવી છે, પોલીસે આ મામલે ગુનો પણ નોંધ્યો છે અને પુરવઠા વિભાગ આગળની તપાસ ચલાવી રહ્યું છે.













