રાજકોટના ચંપકનગરમાં 1.62 કરોડની કિંમતના ચોરીના દાગીનાની ચોરીના કેસમાં પ્રાથમિક તપાસમાં ક્રેટા કારમાં સવાર વ્યક્તિઓએ કરી હતી ચોરી અને ટાવર ડમ્પિંગની મદદથી ચોરી સમયે એક્ટિવ મોબાઈલ નંબરનું લિસ્ટ મેળવ્યું હતુ, પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે એનાલિસિસ અને ડોગ સ્ક્વોડ, એફએસએલની ટીમની પણ મદદ મેળવવામાં આવી છે.


બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ

રાજકોટના રણછોડનગરમાં શેરી નંબર 1 માં 140 કીલો ચાંદીના દાગીનાની ચોરી થઈ હોવાની વાત સામે આવી છે, તસ્કરોએ રાત્રિના સમયે પટેલ વેપારીના ઘરમાં ઘૂસીને ચાંદીના દાગીના ચોરી ગયા છે અને અતુલભાઈ પટેલ નામના વેપારીએએ ભાજપ નેતા ઉદય કાનગડને જાણ કરી હતી, ઘટનાની જાણ થતાની સાથે પોલીસનો કાફલો પણ સ્થળ પર પહોંચ્યો હતો, પરંતુ આ કેસમાં હજી સુધી કોઈ આરોપીઓ પોલીસે ઝડપ્યા નથી અને પોલીસ હજી તપાસ જ કરી રહી છે.

આરોપીઓ જાણભેદુ હોવાની પોલીસને શંકા

પોલીસે સીસીટીવીના આધારે તપાસ કરતા વાત સામે આવી છે કે, આરોપીઓ રાત્રિના 2 થી 2.30 વાગ્યાની વચ્ચે ચોરી કરીને ફરાર થઈ જાય છે, આ ઉપરાંત કોઈ જાણભેદુ હોવાની શંકા આધાર પણ પોલીસે તપાસ શરૂ કરી છે અને ઘરના ઉપરના માળે રહેતા પરિવારને પણ પોલીસ સ્ટેશન લઇ જઈ પોલીસ દ્વારા પુછપરછ શરૂ કરવામાં આવી છે.



  • Follow us on: