મંગળા રોડ ફાયરિંગ કરનાર મુખ્ય સૂત્રધાર ઝડપાયો છે અને પોલીસથી બચવા લેડીઝ કપડાં પહેરતો સમીર ઉર્ફે સંજલો, આરોપીએ 90 દિવસમાં 23થી વધુ ઠેકાણા બદલ્યા છે અને મોબાઈલ વગર આરોપીએ યુપી અને બિહારમાં કાપ્યો હતો સમય, ફાયરિંગ કેસમાં પેંડા અને મુર્ગા ગેંગના 36 ઝડપાયા છે અને ક્રાઈમ બ્રાન્ચે કડીમાંથી કરી નાટકીય ધરપકડ.


[[$googlead]]

રાજકોટના મંગળા રોડ ઉપર 29 ઓક્ટોબર 2025ના રોજ ગેંગવોરની ઘટના બની હતી

જેમાં મુર્ગા ગેંગ અને પેંડા ગેંગ વચ્ચે રાત્રિના સમયે ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેથી સમગ્ર લોકોમાં ડરનો માહોલ છવાઈ ગયો હતો ત્યારે પોલીસની કામગીરી પર પણ અનેક સવાલો ઉઠી રહ્યા હતા ત્યારે આ બંને ગેંગના પોલીસે એક બાદ એક 34 આરોપીને ઝડપી પાડી તેના વિરુદ્ધ ગુજસિટોક હેઠળ કાર્યવાહી કરી હતી. પરંતુ મુર્ગા ગેંગનો મુખ્ય સૂત્રધાર 90 દિવસથી પોલીસ પકડથી દૂર હતો. મુખ્ય સૂત્રધારને ઝડપી પાડવા માટે પોલીસે અલગ અલગ શહેરો અને રાજ્યમાં તપાસ શરૂ કરી હતી પરંતુ પોલીસને 90 દિવસ સુધી ચકમો આપવામાં સમીર ઉર્ફે સંજલો સફળ રહ્યો હતો.

સંજલો અને દિલાવરની પોલીસે કડી ખાતેથી ધરપકડ કરી હતી

અંતે રાજકોટ એસઓજીને બાતમી મળી હતી અને તેના આધારે સમીર ઉર્ફે સંજલો અને દિલાવરની પોલીસે કડી ખાતેથી ધરપકડ કરી હતી ત્યારે પોલીસ સમક્ષ કબુલાતમાં મુખ્ય સૂત્રધાર સંજલાએ જણાવ્યું હતું કે આ 90 દિવસના સમયગાળા દરમિયાન તેણે 23થી વધુ ઠેકાણા બદલ્યા હતા અને યુપી,બિહાર,મુંબઈ,દમણ,સાસણ સહિતના વિસ્તારોમાં તે રહ્યો હતો. અને આ સમયગાળા દરમિયાન મોબાઈલ નો ઉપયોગ ખૂબ જ ટાળ્યો હતો. ઉપરાંત સમીર જ્યારે રાજકોટ આવતો હતો ત્યારે તે વેશ પલટો કરતો હતો. અને મહિલાઓના કપડા પહેરી રાજકોટમાં પોલીસને ચકમો આપતો હતો. મુખ્ય સૂત્રધાર સંજલા સામે મારામારી આર્મસ એક્ટ,હત્યા, ગુજસિટોક સહિત નવ ગુના નોંધાયા છે. ત્યારે આ સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

[[$alsoread]]


આ પણ વાંચો : Surendranagar News : સુરેન્દ્રનગરના પૂર્વ કલેકટર રાજેન્દ્ર પટેલની જામીન અરજી પર ગ્રામ્ય કોર્ટમાં સુનાવણી, તપાસ અધિકારી કોર્ટમાં એફિડેવિટ રજૂ કરી શકે છે



  • Follow us on: