રાજકોટ ગ્રામ્ય જિલ્લા SPની મોટી કાર્યવાહી સામે આવી છે, વિંછીયાના મોટા માત્રા ગામે પોલીસે કોમ્બિંગ હાથ ધર્યુ હતુ અને ગુનેગારોના રહેણાંક મકાનમાં પોલીસનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતુ, આ સર્ચ દરમિયાન 74 ગેરકાયદે વીજ જોડાણ ગામમાંથી ઝડપાયા હતા અને PGVCL દ્વારા વીજ ચોરી કરનારને 68.6 લાખનો દંડ ફટકાર્યો હતો.
આરોપીઓના ઘરમાંથી 2 વાહન પણ ડિટેઇન કરાયા
રાજકોટ ગ્રામ્ય LCB,SOG,ક્રાઈમ બ્રાન્ચ સહિતની પોલીસે કોમ્બિંગ હાથ ધર્યુ હતુ અને મોટી માત્રામાં ગામમાં ગુનેગારોના ઘરે સર્ચ ઓપરેશન કરાયું હતુ, હત્યા સહિતના અનેક અલગ-અલગ મોટા ગુનામાં સંડોવા આરોપીને ત્યાં વીજ કનેક્શન પણ કપાવમાં આવ્યું છે, મોટા માત્રા ગામમાં 74 બિન કાયદેસર વીજ જોડાણ મળી આવ્યા છે અને ગામમાંથી અલગ અલગ જગ્યાઓ પરથી 12500 હજાર મીટર કેબલ પણ મળી આવ્યો છે, જસદણ Pgvcl દ્વારા વીજ ચોરી કરનારને 68.6 લાખનો દંડ ફટકારાયો છે.













