રાજકોટમાં બસ સ્ટેન્ડ પાસે ઉભેલી સગીરા સાથે અડપલાં થવાની ઘટના બની છે, સગીરાનો એકલતાનો લાભ લઇ રિક્ષા ચાલકે અડપલા કર્યા છે અને અડપલા કરનાર રિક્ષા ચાલકને પોલીસે ઝડપ્યો છે, પોલીસે સિકંદર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

રાજકોટમાં સગીરા સાથે રીક્ષા ચાલકે કર્યા અડપલા

રાજકોટમાં સગીરા સાથે અડપલાની ઘટના બની છે, જેમાં સગીરા કોટડાસાંગણીથી રાજકોટ આવી હતી અને ત્યાંથી નાસિક જઈ રહી હતી તે દરમિયાન એક રીક્ષા ચાલક આવે છે અને તેને અડપલા કરે છે, સમગ્ર ઘટનામાં સગીરા ગભરાઈ જતા તેના પરિવારને જાણ કરે છે અને પરિવાર દ્વારા રાજકોટ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવે છે અને પોલીસે આરોપી સિંકદરની ધરપકડ કરી છે. એ ડિવિઝન પોલીસે પોકસો તેમજ જાતીય સતામણી સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.