ત્યારે ગુનેગારોની શાન ઠેકાણે લાવવા માટે પોલીસે ગુજસીટોકનું હથિયાર ઉગામ્યું હતું અને પેંડા અને મુર્ગાગેંગના ૩૫ સભ્યો વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુના નોંધવામાં આવ્યા હતા. અને જે રોડ ઉપર ફાયરિંગ કર્યું હતું ત્યાં જ તેમનું રિ-કન્સ્ટ્રક્શન કરી મરઘા બનાવવામાં આવ્યા હતા. ત્યારે પોલીસે મુર્ગા ગેંગનો મુખ્ય સૂત્રધાર સમીર ઉર્ફે સંજલો અને તેનો સાગરીત દિલાવરની ધરપકડ કરી હતી.
રાજકોટના મંગળા રોડ ઉપર 29 ઓક્ટોબર 2025ના રોજ ગેંગવોરની ઘટના બની હતી
જેમાં મુર્ગા ગેંગ અને પેંડા ગેંગ વચ્ચે રાત્રિના સમયે ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેથી સમગ્ર લોકોમાં ડરનો માહોલ છવાઈ ગયો હતો ત્યારે પોલીસની કામગીરી પર પણ અનેક સવાલો ઉઠી રહ્યા હતા ત્યારે આ બંને ગેંગના પોલીસે એક બાદ એક 34 આરોપીને ઝડપી પાડી તેના વિરુદ્ધ ગુજસિટોક હેઠળ કાર્યવાહી કરી હતી. પરંતુ મુર્ગા ગેંગનો મુખ્ય સૂત્રધાર 90 દિવસથી પોલીસ પકડથી દૂર હતો. મુખ્ય સૂત્રધારને ઝડપી પાડવા માટે પોલીસે અલગ અલગ શહેરો અને રાજ્યમાં તપાસ શરૂ કરી હતી પરંતુ પોલીસને 90 દિવસ સુધી ચકમો આપવામાં સમીર ઉર્ફે સંજલો સફળ રહ્યો હતો.













