રાજકોટના જેતપુર પાસે સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડીને વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો છે, દરોડા પાડી રૂ. 86.33 લાખનો મુદ્દામાલ ઝડપ્યો છે અને પાંચ રાજ્યોના રીઢા આરોપીઓ ઝડપી પાડ્યા છે અને પોલીસને સોંપ્યા છે, આગળની તપાસ જેતપુર પોલીસ કરી રહી છે અને દારૂનો માલ કોણે મંગાવ્યો છે તે દિશામાં તપાસ ચાલુ છે.
જેતપુર પાસેથી મોટી માત્રામાં દારૂ ઝડપાયો
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, ચંડીગઢથી દારૂનો માલ સપ્લાય કરવામાં આવ્યો છે, જેમાં પોલીસે ત્રણ મુખ્ય આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે અને પાંચ રાજયનો રીઢો આરોપી ઝડપાયો છે, SMCએ રનિંગ રેડ દરમિયાન વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો છે, SMCની ટીમે દરોડો પાડી અલગ-અલગ બ્રાન્ડની કુલ 25,920 IMFLબોટલો કબ્જે કરી.













