રાજકોટ જીલ્લાના લોધીકાના પાંભર ઈટાળા ગામે રહેતા અને કેટરીગના ધંધાર્થી યુવકે તેના પુત્રને ફોન કરી મને માફ કરી દેજો મે ઝેરી દવા પી લીધી છે. કહી આપઘાત કરી લીધાના બનાવમાં મેટોડા પોલીસે તપાસ કરતા મૃતક યુવક પાસેથી એક સ્યુસાઈડ નોટ મળી આવી હતી જેમા ચાર વ્યાજખોરોના ત્રાસથી કંટાળી પગલુ ભરી લીધાનો ઉલ્લેખ કર્યો છે.


મૃતકે કારમાં ઝેરી દવા પી તેના પુત્ર ધ્રુવીનને ફોન કર્યો હતો

જેમા એક આરોપીનું અવસાન થયાનુ બહાર આવતા પોલીસે મરવા મજબુર કરનાર વ્યાજખોરો સામે ગુનો નોધી આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ લોધીકાના પાંભર ઈટાળા ગામે રહેતા અને કેટરસનો ધંધો કરતા બીપીનભાઈ લક્ષ્મણભાઈ પાંભરએ તા.૫ -૨ના રોજ મોટાવડા ગામે ખોડીયાર માતાજીના મંદિર પાસે કારમાં ઝેરી દવા પી જતા તેને રાજકોટની ખાનગી હોસ્પીટલમાં ખસેડાયા હતા જેનુ સારવાર દરમ્યાન મોત નિપજયુ હતુ. બનાવની જાણ થતા મેટોડા પોલીસ મથકના પીઆઈ શર્મા સહીતની ટીમે તપાસ કરતા મૃતકે કારમાં ઝેરી દવા પી તેના પુત્ર ધ્રુવીનને ફોન કર્યો હતો અને મને માફ કર દેજો હું દવા પી જાવ છુ.

વ્યાજખોરોએ જમીન પણ પચાવી પાડી હોવાની વાત

તેમ કહેતા તેને તેના દાદા લક્ષ્મણભાઈને પિતાએ ફોનના ફોન આવ્યાની વાત કરતા લક્ષ્મણભાઈએ તુરંત મોટાવડા ગામે જતા હતા તે દરમ્યાન તેના પુત્રને ત્યા કામ કરતો કારીગર બીટ્ટુ તેને કારમાં બેસાડી હોસ્પીટલે લઈ જતો હોય રસ્તામાં મળતા તે પણ કારમાં બેસી ગયા હતા અને પુત્ર બીપીનભાઈને આવુ કેમ કર્યુ તેમ પુછતા તેને એક સ્યુસાઈડ નોટ આપી હતી જેમા ભરત સિંહ સોલંકી, મયુરસિંહ પરાક્રમસિંહ જાડેજા, વીનુ મેત્રા અને પ્રવિણસિંહ પાસેથી પાંચ ટકા વ્યાજે પૈસા લીધા હોય જેથી પઢાણી ઉધરાણી કરતા હોય અને ત્રાસ આપતા હોય તેમજ વીનુ મીત્રાએ મારી જમીન પડાવી લીધી છે.

પોલીસે અન્ય આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે

અને મારૂ ગોડાઉન પ્રવિણસિંહએ પડાવી લીધુ હોય જેથી કંટાળી આ પગલુ ભર્યા નુ તેમજ મારા પુત્રનુ ધ્યાન રાખવા માટે નો પણ ઉલ્લેખ કર્યો હોવાનુ બહાર આવતા પોલીસે લક્ષ્મણભાઈની ફરીયાદ ઉપરથી મરવા મજબુર સહીતનો ગુનો નોધી તપાસ કરતા નાના ઈટાળા ગામે રહેતા પવિણસિંહનું અવશાન થયાનુ બહાર આવતા પોલીસે અન્ય આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.


આ પણ વાંચો : Sarangpur News : શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને મિકસ ફૂલોનો શણગાર તેમજ સુખડીનો અન્નકૂટ ધરાવાયો


  • Follow us on: