સુરત ક્રાઈમ બ્રાન્ચ અને NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો) દ્વારા ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ ચાલી રહેલી ઝુંબેશમાં વધુ એક મોટી સફળતા મળી છે. સુરતના કામરેજ નજીક આવેલા દસ્તાન ગામની દસ્તાન રેસીડેન્સીમાં NCBએ બાતમીના આધારે દરોડા પાડીને નશીલા પદાર્થોના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન બેંગ્લોરથી ડ્રગ્સનો મોટો જથ્થો લઈને આવેલા ત્રણ શખ્સોને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે. તપાસ દરમિયાન અંદાજીત 30 કિલો જેટલું માતબર ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે, જેની બજાર કિંમત કરોડોમાં હોવાનું મનાઈ રહ્યું છે.


ડ્રગ્સ માફિયાઓ પર કાળનો પંજો

આ સમગ્ર ઓપરેશનમાં સૌથી ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે પકડાયેલા ત્રણેય આરોપીઓ કુખ્યાત 'લોરેન્સ બિશ્નોઈ ગેંગ'ના સાગરિતો છે. બિશ્નોઈ ગેંગના આ સભ્યો દસ્તાન રેસીડેન્સીમાં રોકાયા હતા અને ત્યાંથી ડ્રગ્સનું વિતરણ કરવાની ફિરાકમાં હતા. NCB દ્વારા કરવામાં આવેલી આ ત્વરિત કાર્યવાહીથી ડ્રગ્સ નેટવર્કની કમર તૂટી ગઈ છે. હાલમાં સુરત અને આસપાસના વિસ્તારોમાં આ ડ્રગ્સ કોને સપ્લાય કરવાનું હતું અને આ નેટવર્ક સાથે બીજા કયા સ્થાનિક લોકો સંકળાયેલા છે તે દિશામાં સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો : Ahmedabad News : સફેદ LED લાઇટ માપવાના મશીનો જ નથી, પરિપત્ર માત્ર શોભાના ગાંઠિયા સમાન!

  • Follow us on: