ડાયમંડ સિટી સુરતના રાંદેર વિસ્તારમાંથી એક અત્યંત ચોંકાવનારી અને હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. સોશિયલ મીડિયા પર થયેલી મિત્રતા યુવતી માટે કાળ સાબિત થઈ છે. વિધર્મી યુવકે પોતાની અસલી ઓળખ છુપાવી, હિન્દુ નામ ધારણ કરી યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી અને ત્યારબાદ તેના પર ગુજારવામાં આવેલી હેવાનિયતે સુરત પોલીસને પણ દોડતી કરી દીધી છે.
ઓળખ છુપાવી પ્રેમજાળમાં ફસાવી
રાંદેર પોલીસના જણાવ્યા મુજબ, મુખ્ય આરોપી તોહીદુલ દ્વારા પોતાની અસલી ઓળખ છુપાવી 'રોહિત' નામ જણાવી યુવતી સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્ક કેળવવામાં આવ્યો હતો. યુવતીને વિશ્વાસમાં લીધા બાદ, જન્મદિવસની ઉજવણી કરવાના બહાને તેને બોલાવવામાં આવી હતી. અહીંથી જ યુવતી માટે 20 દિવસ લાંબી નરકયાતનાની શરૂઆત થઈ હતી. જ્યાં યુવતીને બે નરાધામો દ્વારા 20 દિવસ સુધી હવસનો શિકાર બનાવવામાં આવી હતી. આ દરમિયાન તેને નશાના ઈન્જેક્શન પણ આપવામાં આવ્યા હતા.
20 દિવસ સુધી બંધક બનાવી નશાના ઈન્જેક્શન આપ્યા
નરાધમોએ યુવતીને એક અજાણી જગ્યાએ બંધક બનાવી દીધી હતી. યુવતી પ્રતિકાર ન કરે તે માટે તેને સતત નશીલા ઈન્જેક્શન આપવામાં આવતા હતા. અર્ધબેભાન અવસ્થામાં તેની સાથે સતત 20 દિવસ સુધી દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આખરે, આરોપીઓની ચુંગાલમાંથી છૂટીને પીડિતા હિંમત કરી રાંદેર પોલીસ મથકે પહોંચી હતી અને પોતાની આપવીતી જણાવી હતી.
પોલીસે આરોપીઓને દબોચી લીધા
યુવતીની ફરિયાદના આધારે રાંદેર પોલીસ દ્વારા તાત્કાલિક એક્શનમાં આવી તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. પોલીસે મુખ્ય આરોપી તોહીદુલ અને તેના સાથીદારની ધરપકડ કરી લીધી છે. આ કેસમાં 'લવ જેહાદ'નો એંગલ પણ સામે આવતા પોલીસે તે દિશામાં તપાસ તેજ કરી છે.
https://x.com/sandeshnews/status/2018936489581916473
હાલમાં પીડિતાને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ છે, અને આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. લવ જેહાદ અને માનવતાને શર્મ સાર કરતી આવી ઘટનાને પગલે સુરત શહેરના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ સાથે આવા આરોપીઓને ફાંસીની સજા આપવાની માગ કરી રહ્યા છે.
આ પણ વાંચો - Surat News: મોતીવાલા પરફ્યુમ પર GST વિભાગની તવાઈ, કરોડોની ચોરી ઝડપાઈ