સુરત શહેરમાં માદક પદાર્થો વિરુદ્ધ ચાલી રહેલી ઝુંબેશના ભાગરૂપે સચિન પોલીસે એક મહત્વની સફળતા મેળવી છે. પોલીસને મળેલી બાતમીના આધારે સચિન વિસ્તારમાં દરોડો પાડીને મંજીત પટેલ નામના ઈસમને શંકાસ્પદ હાલતમાં ઝડપી લેવામાં આવ્યો હતો. આરોપીની તલાશી લેતા તેની પાસેથી નશાકારક ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો, જેના પગલે પોલીસે તાત્કાલિક તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

રત પોલીસની ડ્રગ્સ વિરુદ્ધ એક્શન

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આરોપી મંજીત પટેલ પાસેથી કુલ 65.5 ગ્રામ ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે, જેની બજાર કિંમત અંદાજે 3274 રૂપિયા જેટલી થાય છે. સચિન પોલીસે આ મામલે ગાંજાના જથ્થા સહિતનો મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુદ્ધ NDPS (નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ) એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. આ નશીલા પદાર્થનો જથ્થો તે ક્યાંથી લાવ્યો હતો અને કોને વેચવાનો હતો તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.