સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી વધતી જતી વાહન ચોરીની ઘટનાઓને રોકવા માટે પોલીસ કમિશનરની સૂચના હેઠળ પુણા પોલીસ ટીમે મોટી સફળતા મેળવી છે. પુણા પોલીસ દ્વારા મળેલી બાતમીના આધારે ઓપરેશન હાથ ધરીને વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલા બે રીઢા ગુનેગારો અને કાયદાના સંઘર્ષમાં આવેલા એક બાળ કિશોરને કુલ 9 ચોરીના વાહનો સાથે ઝડપી લેવામાં આવ્યા છે.
બાતમીના આધારે કાર્યવાહી
પુણા પોલીસની ટીમ જ્યારે પેટ્રોલિંગમાં હતી, ત્યારે તેમને ચોક્કસ બાતમી મળી હતી કે કેટલાક શખ્સો ચોરીના બાઇક સાથે પસાર થવાના છે. આ બાતમીના આધારે વોચ ગોઠવીને પોલીસે ચિરાગ પપ્પુ ભાર્ગવ અને જયદીપ ઘનશ્યામભાઈ મોર નામના બે શખ્સોની અટકાયત કરી હતી. તેમની સાથે એક સગીર પણ હોવાનું સામે આવ્યું હતું.













