નેશનલ હાઈવે 48 પર સક્રિય સળિયા ચોરીના એક મોટા કૌભાંડનો સુરત ગ્રામ્ય એલસીબી પોલીસે પર્દાફાશ કર્યો છે. ચોક્કસ બાતમીના આધારે પોલીસે માંગરોળ તાલુકાના નાના બોરસરા ગામની સીમમાં રેડ કરીને ટ્રેલરમાંથી સળિયાની ચોરી કરતા શખ્સોને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા. આ કાર્યવાહીમાં પોલીસે લાખોની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી છે.
ડ્રાઈવર-ક્લીનરની મિલીભગતથી ચાલતું હતું કૌભાંડ
ઘટનાની મળતી માહિતી અનુસાર, આ ટોળકી નેશનલ હાઈવે પરથી પસાર થતા લોખંડના સળિયા ભરેલા ટ્રેલરના ડ્રાઈવરો અને ક્લીનર્સ સાથે સેટિંગ કરતી હતી. હાઈવે પર નિર્જન સ્થળે ટ્રેલર ઉભું રખાવી તેમાંથી સળિયાની ચોરી કરવામાં આવતી હતી.













