સુરત કોર્ટમાં પતિએ પત્ની પર એસિડ એટેક કર્યો છે અને છૂટાછેડાનો કેસ ચાલી રહ્યો હતો તે દરમિયાન પતિએ એસિડ એટેક કર્યો હતો, આ ઘટનામાં એસિડ એટેક બાદ પતિએ પણ ઝેર પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો, તો પતિ-પત્ની બન્નેને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, સુરત જિલ્લા સેવા સદનના પાંચમા માળે આ ઘટના બની હતી.
પોલીસે એસિડ ફેકનાર સામે કાર્યવાહી શરૂ કરી
આ સમગ્ર ઘટનાની વાત કરીએ તો પતિએ અગાઉ પત્ની પર હત્યાનો પ્રયાસ કર્યો હતો, ઘટનાને લઈ કોર્ટ પરિસરમાં ભાગદોડ મચી હતી અને પોલીસ અને એમ્બ્યુલન્સ કોર્ટમાં પહોંચી હતી, લાંબા સમયથી પતિ-પત્ની વચ્ચે છૂટાછેડાનો કેસ ચાલે છે અને આજે કોર્ટમાં બન્ને આવ્યા હતા અને પતિ એસિડ લઈને આવ્યો અને હુમલો કરી દીધો હતો, પોલીસે પતિ સામે ગુનો નોંધ્યો છે અને મહિલાનું પણ નિવેદન લેવામાં આવશે, હાલમાં પતિ-પત્ની બન્ને સારવાર હેઠળ છે.
ખાધા-ખોરાકીનો કેસ ચાલતો હતો
તો પતિએ પહેલા એસિડ ફેંકયું અને ત્યારબાદ પોતે પણ કોર્ટમાં ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો, કોર્ટ નંબર 6માં આ કેસ ચાલી રહ્યો હતો, તો પોલીસે હાલમાં સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, વકીલો પણ બચાવ માટે દોડી આવ્યા હતા, પતિએ મહિલાને પાછળના ભાગેથી હુમલો કર્યો હોવાની વાત સામે આવી છે.









