65.430 ગ્રામ MD ડ્રગ્સ સાથે પોલીસે મહિલાને ઝડપી છે અને મુંબઈથી સુરત MD ડ્રગ્સ વેચવા માટે આવી હતી, આરોપી વિરુદ્ધ NDPS એક્ટ મુજબનો ગુનો નોંધ્યો, ડ્રગ્સ કોને આપવાનું હતુ તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે અને કેટલા સમયથી મુંબઈથી સુરત ડ્રગ્સ આપવા માટે આવતી હતી તેને લઈ પૂછપરછ શરૂ કરી છે.


[[$googlead]]

સુરતના ડીંડોલીમાંથી પણ ઝડપાયું ડ્રગ્સ

સુરતના ડીંડોલીમાં આવેલા રિઝન્ટ પ્લાઝા ફલેટમાં સ્ટેટ મોનિટરીંગ સેલે બાતમી આધારે મંગળવારે રાત્રે રેડ કરી ૩૨ લાખના એમડી ડ્રગ્સ સાથે ત્રણ આરોપીની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં રાજસ્થાનના અન્ય ત્રણ આરોપીના નામ ખુલ્યા છે. પોલીસે એમડી ડ્રગ્સ ઉપરાંત રોક્ડ, વાહનો અને મોબાઈલ ફોન મળી કુલ રૂ.૪૧ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

રાજસ્થાનથી ડ્રગ્સ લઈને આવનાર આરોપીઓ ઝડપાયા

મોનિટરીંગ સેલ પોલીસ સ્ટેશન ગાંધીનગર ખાતે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરાઈ છે. મોનિટરીંગ સેલે એમડી ડ્રગ્સના મુખ્ય સપ્લાયર ઓમપ્રકાશ રૂપરામ જાટ, તેના સાગરિત મહેન્દ્ર સોહનલાલ જોષી અને શૈલસિંગ હાથીસિંગ પુરોહીતની ધરપકડ કરી છે. આ સીવયા પોલીસ તપાસમાં ફરાર થઈ ગયેલા અમીત કાબા, રાજેશ પાટીદાર અને કનવરપાલ સિંગ તમામ રહે, રાજસ્થાનના નામ ખુલ્યા છે.

[[$alsoread]]


આ પણ વાંચો : Ahmedabad News : સુરેન્દ્રનગરના પૂર્વ કલેકટર રાજેન્દ્ર પટેલની જામીન અરજી પર આજે થશે સુનાવણી, જમીનને લઈ 1500 કરોડનું કર્યુ હતુ કૌભાંડ


  • Follow us on: