સુરતમાં હોસ્ટેલમાં રહેતી કિશોરીનું અપહરણ કરવામાં આવ્યું હતુ અને આરોપીએ હોસ્ટેલમાં પહોંચી વાલીની ઓળખ આપી હતી અને અપહરણ કર્યુ હતુ, દાદાનું મરણ થયું છે અને કિશોરીને લઈ જવાની છે તેમ કહી અપહરણ કર્યુ હતુ, હોસ્ટેલના સંચાલકોને દાળમાં કાળુ દેખાતા વાલીનો સંપર્ક કરતા ભાંડો ફૂટયો હતો.
દાદાનું અવસાન થયુ હોવાની કહી હોસ્ટેલથી કિશોરીનું કર્યુ અપહરણ
કિશોરી હોસ્ટેલ પરત ન આવતા સ્ટાફે ઘરે ફોન કર્યો અને સમગ્ર ઘટના સામે આવી છે, કિશોરીની ઉંમર 15 વર્ષ છે અને કિશોરી સલામત રીતે વાલીને સોંપવામાં આવી છે, અપહરણ કરનાર આરોપી સાંજે વિધાર્થીને તેની હોસ્ટેલ પર મૂકી ગયો હતો અને પોલીસે પોકસો એકટ હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. આરોપી અને કિશોરી બન્ને કઈ રીતે સંપર્કમાં આવ્યા હતા તેને લઈ તપાસ શરૂ કરવામાં આવી હતી, સમગ્ર ઘટનામાં સીસીટીવી પણ પોલીસે તપાસ્યા હતા.













