મંદિરના બાથરૂમમાંથી મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે અને શંકાસ્પદ હાલતમાં બાથરૂમમાંથી મળી આવ્યા મૃતદેહ, અને બન્ને વિદ્યાર્થિનીઓ કોલેજ જવા નીકળ્યા બાદ ગુમ હતી અને બાથરૂમમાંથી મૃતદેહ મળી આવ્યા છે અને મોતનું કારણ પોલીસ તપાસ બાદ સામે આવશે, સુરત પોલીસ ઘટના સ્થળે પહોંચી છે.
ડીંડોલી વિસ્તારમાં આવેલું છે સ્વામિનારાયણ ધામ
સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં આવેલા સણીયા કણદે રોડ પરના આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી આ મૃતદેહ મળી આવ્યા છે. બન્ને મૃતક વિધાર્થીનીઓ ઉધના સિટીઝન કોલેજમાં અભ્યાસ કરતી હતી, 18 વર્ષીય રોશની શરદ શિરસાઠ અને 20 વર્ષીય જોસના અતુલ ચૌધરી સવારે કોલેજ જવા નીકળ્યા બાદ ગુમ થઈ હતી અને પરત ન ફરતા પરિવારજનો તેમની શોધખોળ કરી રહ્યા હતા અને આજે મૃતદેહ મળી આવ્યો હતો.













