આપઘાતમાં તટસ્થ તપાસની માગ સાથે અરજી કરાઈ છે અને મહિલાનો અરજીમાં પરિવાર સામે ગંભીર આક્ષેપ છે કે, તુષાર ઘેલાણી આપઘાત કરે તેવા ન હતા, તુષાર ઘેલાણીનો આપઘાત નહી મર્ડર છે, પરિવાર ATM મશીનની જેમ ઉપયોગ કરતો ઘેલાણીનો અને આપઘાતમાં સામ-સામે અરજીને લઇ ઘૂંટાતું રહસ્ય છે.
સુરતના જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણીના આપઘાત કેસમાં ચોંકાવનારો વળાંક આવ્યો છે
મૃતકની દીકરીએ ઉમરા પોલીસમાં અરજી કરી સ્કૂલ પ્રિન્સીપાલ મહિલાએ યેનકેન પ્રકારે બ્લેકમેલિંગ કરતી હોવાનો સંગીન આરોપ મુકતા ચકચાર મચી ગઇ છે. મેન્ટલી અને ફાયનાન્સિયલી ટોર્ચરિંગના કારણે જ તુષાર ઘેલાણી દીકરીના લગ્ન ટાણે લમણે ગોળી મારી સ્યુસાઈડ કરવા મજબૂર થયા હોવાનો પણ આક્ષેપ કરાયો છે. મળતી વિગતો પ્રમાણે શહેરના મોટાગજાના બિલ્ડર તુષાર ઘેલાણીએ ગત તા.૧ના રોજ ઘરમાં આત્મહત્યા કરી લીધી હતી. ઘરમાં દીકરી તન્વીના લગ્નની ધામધૂમ અને કંકોત્રી લખવાના પ્રસંગ ટાણે જ તુષાર ઘેલાણીએ લમણે ગોળી મારી આપઘાત કરી લીધો હતો.
હાઈપ્રોફાઈલ આ કેસમાં તરેહતરેહની ચર્ચાઓએ વેગ પકડયો હતો
આપઘાતને લઇ બિલ્ડરઆલમ અને પાટીદાર વર્તુળમાં પણ જાતની જાતની વાતો વહેતી થઇ હતી. એવું તો શું થયું કે તુષારભાઈ દીકરીના લગ્નના શુભ પ્રસંગ ટાણે આપઘાતનું પગલું ભરે? તેને લઇ ચર્ચાઓ સાથે અનેક શંકાકુશંકા પણ ફેલાઇ હતી. દરમિયાન ગત ગુરૂવારે સાંજે તુપાર ઘેલાણીની દીકરી તન્વીએ ઉમરા પોલીસમાં અરજી આપતા હાઈપ્રોફાઈલ કેસમાં ચોંકાવનારો વળાંક આવ્યો હતો. તન્વીએ કરેલી અરજીમાં પોશ વિસ્તારમાં આવેલી ઘેલાણીની સ્કૂલના મહિલા પ્રિન્સિપાલ સામે ગંભીર આક્ષેપો કરાયા હતા. જેમાં જણાવ્યા પ્રમાણે આ મહિલા ઘણાં વર્ષોથી તુષાર ઘેલાણીના પરિચયમાં હતી. નોન ગુજરાતી આ મહિલા સાથે તુષાર ઘેલાણીના નિકટના સંબંધો હતો.
ડીસીપીના સુપરવિઝન હેઠળ એસીપીને તપાસ સોંપાઇ
તુષાર ઘેલાણીની દીકરીએ કરેલી અરજીને ગંભીરતાથી લઇ પોલીસ કમિશ્નરે સમગ્ર પ્રકરણમાં તલસ્પર્શી તપાસના આદેશ જારી કર્યા હતા. ડીસીપી નિધિ ઠાકુર (ઝનો-૪)ના સુપરવિઝન હેઠળ એસીપી ઝેડ.આર.દેસાઇને તપાસ સોંપાઇ હતી. એસીપીએ હાલ તો ડિજિટલ સહિતના પુરાવા મેળવવા સાથે કેસ સંબંધિત પરિવારજનો અને મિત્રવર્તુળના નિવેદન લેવાની કવાયત હાથ ધરી છે.
આ પણ વાંચો : Gandhinagar News : શિક્ષણ વિભાગ દ્વારા અખબારોમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલોનો સત્તાવાર રદિયો, શિક્ષકો પાસે કૂતરા ગણાવવાની વાત પાયાવિહોણી