પરણિત હોવા છતા કુવારો કહી દુષ્કર્મ આચર્યુ આરોપીએ અને વીડિયો બનાવી નાના ભાઇ સાથે લગ્ન કરાવ્યા હતા, પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. નરાધમે સ્નેપ ચેટ પર ખોટું નામ ધારણ કરી યુવતીને ફસાવી હતી અને બ્લેકમેલ કરીને દુષ્કર્મ આચરતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી


પોતે પરિણત હોવા છતાં કુંવારો હોવાનું કહી દુષ્કર્મ આચર્યુ

22 વર્ષીય યુવતીને 38 વર્ષીય પુરુષે ફસાવી હતી અને સ્નેપચેટમાં ખોટું નામ આપી મળવા બોલાવી અને દુષ્કર્મ આચરી વીડિયો બનાવી દીધો, તો વીડિયો તો બનાવ્યો પણ આરોપીએ તેના નાના ભાઈ સાથે ફરિયાદી યુવતીને પરણાવી દીધી અને ત્યારબાદ પણ દુષ્કર્મ આચરતો રહ્યો હતો, જોકે લગ્ન બાદ પણ યુવતીને સંબંધ રાખવા દબાણ અને બળાત્કાર કરતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.

યુવતીએ લગ્ન કરવાની વાત કરતા ભાંડો ફૂટયો

તો યુવતીએ આરોપીને કહ્યું કે, લગ્ન કરીએ અને ત્યારબાદ આરોપીએ કહ્યું કે તે તો પરણિત છે અને સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટયો હતો, પરંતુ પરિણીત હોવાની હક્કીત છુપાવનાર નરાધમ પ્રતિકે એકાંત માણ્યું હતું, ત્યારના ફોટો ક્લીક કર્યા હતા, તે તેણીના ભાઈ અને પિતાને બતાવવા ઉપરાંત સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરવાની ધમકી આપી બદનામ કરવાનું શરૂ કર્યુ હતું.


આ પણ વાંચો : Mehsana News : ગુજરાત હાઈકોર્ટમાં વકીલ તરીકેની પ્રેકટિસ કરતા વકીલે ગેંગ રચીને 3 કરોડ કરતા વધારેની કિંમતના જીરાની ચોરી કરી



  • Follow us on: