વ્યાજખોરો સતત કરતા હતા પઠાણી ઉઘરાણી અને જેને લઈ મહિલાની વ્યાજખોર દંપતિ સામે ફરિયાદ નોંધાઈ છે. સુરતમાં ફરી વ્યાજખોરનો આતંક સામે આવ્યો છે અને ચોકબજાર પોલીસે વ્યાજખોર સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે, મહિલાએ રૂપિયા ચૂકવી દીધા તેમ છત્તા વ્યાજ લેતા હોવાની વાત સામે આવી છે.
SMCની મહિલા સફાઈ કામદાર વ્યાજના ચક્કરમાં ફસાઈ
સુરતના ચોક બજાર પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે જેમાં સફાઈ કામ કરતી મહિલાએ ફરિયાદ નોંધાવી છે જેમાં ઉલ્લેખ છે કે, 2.30 લાખના બદલે વ્યાજખોરે વસૂલ્યા 5.45 લાખ રૂપિયા, અને પઠાણી ઉઘરાણી પણ કરવામાં આવતી હતી, તો મહિલાએ વ્યાજખોર દંપતી સામે ગુનો નોંધાવ્યો છે.













