સુરતમાં પાટીદાર અગ્રણી અલ્પેશ કથીરિયા સહિત 3 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે, જેમાં પતંગની ખરીદીને લઈ મારમારી કરવામાં આવી હોવાની વાત સામે આવી છે, અલ્પેશના ભાઈએ તેને ફોન કર્યો અને બાદમાં અલ્પેશ કથીરિયાએ પહોંચીને માર માર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, સરથાણા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા સહીત 3 સામે પોલીસ ફરિયાદ
અલ્પેશના ભાઈ મિલન કથીરિયા સાથે પતંગના ભાવ બાબતે દુકાન પર ઝગડો થયો હતો અને ત્યારબાદ અલ્પેશ અને અન્ય એક યુવકે ફરિયાદીને માર માર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને સરથાણા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે, સરથાણાના કિરણ ચોક પાસે આવેલી પાટીદાર પાઘડીવાળા પતંગ સ્ટોર્સ પર આ સમગ્ર ઘટના બની હતી. પતંગના ભાવને લઈને ગ્રાહક અને અલ્પેશ કથીરિયાના ભાઈ વચ્ચે ઉગ્ર બોલાચાલી થયા બાદ મામલો બિચક્યો હતો.
પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે ફરિયાદ
પતંગના ભાવ બાબતે યુવકને માર માર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે અને યુવકને માર મારતા વીડિયો આવ્યા સામે જેમાં કથીરિયા પોલીસની હાજરીમાં યુવકને ઢોર માર માર્યો હતો અને અલ્પેશના ભાઇ મિલનને યુવક સાથે થયો હતો ઝગડો જેમાં અલ્પેશ કથીરિયાએ મિત્ર સાથે પહોંચીને માર માર્યો હતો અને ઘટના સમયે પોલીસ મુકપ્રેક્ષપ બનીને ઉભી રહી હતી અને સરથાણા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.









