સુરતમાં હિટ એન્ડ રનની ઘટનામાં એકનું મોત થયું છે અને હજીરા આભવા રોડ પર હિટ એન્ડ રનની ઘટના બની છે જેમાં અજાણ્યા વાહન ચાલકે મોપેડ ચાલકને મારી ટક્કર અને યુવક નીચે પડતા તેનું મોત થયું છે. અકસ્માતમાં યુવકના શરીરના બે ભાગ અલગ થઈ ગયા હતા અને કારે આ અકસ્માત સર્જયો હોય તેવું પોલીસનું અનુમાન છે.
એન્જિનિયર યુવકનું હિટ એન્ડ રનમાં મોત
સુરતના હજીરા આભવા રોડ પર રફતારનો કહેર સામે આવ્યો છે જેમાં હિટ એન્ડ રનમાં એક યુવકનું મોત થયું છે, ફુલ સ્પીડમાં કાર ચાલકે અકસ્માત સર્જયો હોય તેવી ભીતિ પોલીસને સેવાઈ રહી છે, યુવક એન્જિનિયર છે અને તેનું નામ વિવેક પટેલ છે તેનું મોત થયું છે, આ અકસ્માત એટલો ગંભીર હતો કે શરીરના બે ટુકડા થઈ ગયા હતા અને પોલીસે સમગ્ર કેસમાં અકસ્માતનો ગુનો નોંધ્યો છે. મૃતદેહને પીએમ માટે ખસેડાયો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે.
