સુરતમાં પતિએ બચાવવાને બદલે પત્નીનો વીડિયો બનાવ્યો અને તે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, પતિ નાની-નાની વાતોમાં ઝઘડો કરી મારપીટ કરતો હતો અને સળગી જા તેમ કહી આપઘાત કરવા પતિએ પત્નીને ઉશ્કેરી હતી અને પત્નીએ ઘરમાં રહેલ ડિઝલ પોતાના શરીર પર ઢોળ્યું હતુ.
પત્ની સળગતી હોવા છતાં પતિએ બચાવવા પ્રયાસ ન કર્યો
પોલીસે આરોપી પતિની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે, મળતી માહિતી પ્રમાણે વાત કરીએ તો 3 વર્ષ અગાઉ પતિ-પત્નીના લગ્ન થયા હતા અને પતિ વારંવાર હેરાન કરતો હોવાથી લગ્ન જીવનમાં તકલીફ ઉભી થઈ હતી અને કંટાળીને પતિએ પોતાની જાતને મોત સાથે વ્હાલી કરી દીધી હતી, સમગ્ર ઘટનામાં આરોપી પતિની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડયો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે.
