ગીર સોમનાથ જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે લાલ આંખ કરતી એલસીબી ટીમ દ્વારા તાલાલા તાલુકાના ભોજદે ગીર ગામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. મળલી બાતમીના આધારે કરવામાં આવેલી રેડમાં આંબાના ઝાડ નીચે જુગાર રમી રહેલા 6 શખ્સોને લાખોના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા છે.
ગુપ્ત બાતમી અને પોલીસ કાર્યવાહી
ગીર સોમનાથ એલસીબીને ચોક્કસ બાતમી મળી હતી કે, ભોજદે ગીર ગામની સીમમાં આંબાના ઝાડ નીચે કેટલાક શખ્સો એકઠા થઈને હાર-જીતનો જુગાર રમી રહ્યા છે. આ માહિતીના આધારે પોલીસે ઓચિંતી રેડ કરવામાં આવી હતી. જે કારણે જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. પોલીસે સ્થળ પરથી 6 જુગારીઓને રંગેહાથ ઝડપી લીધા હતા, જ્યારે એક શખ્સ નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.
