વડોદરામાં ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે. અસામાજિક તત્ત્વો દ્વારા ચોરી, લૂંટ અને મારામારીની ઘટનાઓને બેફામ રીતે અંજામ આપવામાં આવી રહ્યો છે. આવામાં પોલીસ દ્વારા પણ કડક કાર્યવાહી કરીને ગુનેગારોને કાયદાના પાઠ ભણાવવામાં આવી રહ્યા છે. વડોદરામાં લૂંટની એક ઘટના બની હતી. જે મામલે પોલીસે પાંચ આરોપીઓને ઝડપી લીધા છે.


બબાલ કરી આરોપીઓએ કાર ચાલકને લૂંટી લીધો

ઘટનાની વિગતો અનુસાર, વડોદરામાં ડીપર મારવા મુદ્દે કાર ચાલક સાથે બબાલ અન્ય કાર ચાલક અને કારમાં સવાર લોકોએ બબાલ કરી હતી. આ બબાલ કરી આરોપીઓએ કાર ચાલકને લૂંટી લીધો હતો. આ સાથે તેઓએ પીડિતને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. આ મામલે પોલીસ દ્વારા લૂંટ કરનારા તમામ 5 આરોપીને ઝડપી લીધા હતા. કોર્ટમાં રજૂ કરવામાં આવતા સ્થાનિક કોર્ટ દ્વારા તમામ આરોપીઓને હાલ 5 દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે.

આરોપીઓએ જીલ પટેલને જાનથી મારી નાખવાની ધમકી આપી

વડોદરાના વાઘોડિયાના શ્રીપોર ટીંબીથી જીલ પટેલ વડોદરા તરફ કાર લઈને જઈ રહ્યા હતા. આ સમયે સ્વીફ્ટ ગાડી સામેથી આવતા જીલ પટેલે ડીપર મારી હતી. જે કારણે સ્વીફ્ટ ગાડીમાં સવાર પાચ શખ્સોએ ડીપર મારવા બાબતે જીલ પટેલ સાથે મારામારી કરી હતી. આ મારામારી દરમિયાન તેમણે જીલ પાસે રહેલી સોનાની ચેન લૂંટી લીધી હતી. આ સાથે આરોપીઓએ જીલ પટેલને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

પોલીસે પાંચ આરોપીને ઝડપી લીધા

આ સમગ્ર ઘટના બાબતે જીલ પટેલ દ્વારા વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જીલ પટેલની ફરિયાદના આધારે પોલીસે પાંચ આરોપીને ઝડપી લીધા હતા. જે બાદ પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. આ કેસમાં નામદાર કોર્ટ દ્વારા આરોપીઓના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. પોલીસ તપાસ દરમિયાન વધુ લૂંટની ઘટનાઓના ભેદ ઉકેલાય તેવી શક્યતા છે.


આ પણ વાંચો - Vadodara:નવા વર્ષના પ્રારંભે જ ગાઢ ધુમ્મસની લપેટમાં ડભોઇ પંથક


  • Follow us on: