વડોદરાના પ્રસિદ્ધ સયાજીબાગ (કમાટીબાગ) ખાતે યોજાયેલા બાળમેળાના અંતિમ દિવસે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. આ જનમેદનીનો ગેરલાભ ઉઠાવવા માટે તસ્કરોની ટોળકી સક્રિય થઈ હતી. મેળાની મજા માણવા આવેલા પરિવારોની ભીડનો લાભ લઈ તસ્કરોએ કિંમતી સામાન અને મોબાઈલ ફોન પર હાથફેરો કરવાનું શરૂ કર્યું હતું. જોકે, તસ્કરો પોતાની યોજનામાં સફળ થાય તે પહેલા જ સતર્ક નાગરિકોની નજરે ચડી ગયા હતા.


મહિલા પાસેથી 5 મોબાઈલ મળ્યા

ભીડમાં શંકાસ્પદ હલચલ જણાતા લોકોએ તસ્કરોને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. પકડાયેલા તસ્કરો પૈકી એક મહિલા પાસેથી પોલીસે 5 જેટલા ચોરીના મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. લોકોએ પકડેલા શખ્સોને પોલીસના હવાલે કર્યા હતા, જેના પગલે પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાને પગલે મેળામાં આવતા મુલાકાતીઓમાં પોતાની સુરક્ષાને લઈને ચર્ચા જાગી હતી, પરંતુ પોલીસની ત્વરિત કાર્યવાહીથી મોટી ચોરીની ઘટનાઓ ટળી હતી.

આ પણ વાંચો : Ahmedabad News : ઉત્તરાયણની રજાઓમાં સાફ કરી નાખી ફેક્ટરી, મોજશોખ માટે ચોરી કરનારા ત્રણ પટણી મિત્રો જેલભેગા

  • Follow us on: