વડોદરાના લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનની કામગીરી હાલ ગંભીર સવાલોના ઘેરામાં આવી ગઈ છે. એક પૂર્વ બુટલેગરે સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કરીને સનસનીખેજ આક્ષેપ કર્યો છે કે પોલીસની મિલીભગતથી જ એક આરોપી પોલીસ સ્ટેશનમાંથી ભાગવામાં સફળ રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયુવેગે પ્રસરતા પોલીસ બેડામાં ભારે ચર્ચાઓ જાગી છે. જોકે, આ વાયરલ વીડિયોની સત્યતા કે પુષ્ટિ સમાચાર સંસ્થા દ્વારા કરવામાં આવી નથી, પરંતુ આ ઘટનાએ વડોદરા પોલીસની કામગીરી અને શિસ્ત સામે મોટા પ્રશ્નાર્થ ચિન્હો ઉભા કર્યા છે.


ખાખી પર લાગ્યો દાગ

આક્ષેપ મુજબ, પોલીસના ઉચ્ચ અધિકારીઓ કે સ્ટાફની રહેમનજર હેઠળ આરોપીને છટકી જવામાં મદદ કરવામાં આવી હતી. પૂર્વ બુટલેગર દ્વારા કરવામાં આવેલા આ ધડાકાએ પોલીસ અને ગુનેગારો વચ્ચેના કથિત ગઠબંધનને ખુલ્લું પાડવાનો પ્રયાસ કર્યો છે. આ ઘટનાને પગલે સ્થાનિક પ્રશાસન અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ પર તપાસનું દબાણ વધ્યું છે. જો આ આક્ષેપો સાચા સાબિત થાય, તો તે વડોદરા પોલીસ માટે ખૂબ જ શરમજનક સ્થિતિ ગણાશે. હાલ આ મામલે સત્ય શું છે તે જાણવા માટે લોકોમાં ભારે કુતૂહલ જોવા મળી રહ્યું છે.

આ પણ વાંચો : Ahmedabad માં હૃદયદ્રાવક ઘટના, સાબરમતી નદીમાં ઝંપલાવી માતા-પુત્રનો સામુહિક આપઘાત



  • Follow us on: