વડોદરાની મકરપુરા પોલીસને મોટી સફળતા મળી છે, 31 ડિસેમ્બર પહેલા બુટલેગરોનો શહેરમાં દારૂ ઘૂસાડવાનો કીમિયો બનાવ્યો નિષ્ફળ અને માણેજા વિસ્તારમાં કન્ટેનરમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો છે. પોલીસે અંદાજિત 200થી વધુ પેટી વિદેશી દારૂ ઝડપી પાડયો છે, પોલીસે કન્ટેનર તેમજ બોલેરો અને ટેમ્પો સહિત બાઇક કરી જપ્ત.


વડોદરા પોલીસે 31 ડિસેમ્બર પહેલા વાહન ચેકિંગ કર્યુ શરૂ

વડોદરા જિલ્લામાં ૩૧મી ડિસેમ્બર પહેલાં પોલીસ દ્વારા શરૂ વિવિધ સ્થળે ચેકિંગ દરમિયાન છેલ્લાં ચાર દિવસમાં ૧,૦૦૦ વાહન ચાલકોને ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ કરતા ઝડપી લીધાં હતાં. બીજી તરફ, નવા વર્ષની ઉજવણી માટે પોલીસે તાલુકામાં ચાર સહિત કુલ ૬ પાર્ટી આયોજનને પોઝિટિવ અભિપ્રાય આપ્યો છે. જિલ્લામાં ૩૧ ડિસેમ્બર પહેલાં જ પોલીસ દ્વારા અસરકારક વાહન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. ૧૪ પોલીસ સ્ટેશનની હદમાં ચોક્કસ પોઈન્ટ પર પોલીસ દ્વારા ચાર દિવસથી ચેકિંગ કરવામાં આવે છે.

નશાની હાલતમાં વાહન હંકારતા 1000 ચાલકોને પોલીસે ઝડપી લીધાં હતાં

બીજી તરફ, ૩૧મી ડિસેમ્બરે નવા વર્ષની ઉજવણી માટે તાલુકા અને વાઘોડિયા સહિત વિવિધ સ્થળે પાર્ટીનું આયોજન કરાયું છે. ફાર્મ અને રિસોર્ટમાં આયોજિત ૬ પાર્ટી માટે અત્યાર સુધી પોલીસ દ્વારા પોઝિટિવ અભિપ્રાય આપવામાં આવ્યો છે. જે પૈકી ચાર પાર્ટી વડોદરા તાલુકા અને બે પાર્ટી વાઘોડિયા પોલીસ સ્ટેશનની હદમાં છે. ૩૧મી ડિસેમ્બરે જિલ્લાના વિવિધ ફાર્મ અને રિસોર્ટ પર પોલીસ બાજ નજર રાખશે. એસ.એસ.જી.ની ટીમે ફાર્મ હાઉસની યાદી એકત્ર કરી છે. જેમાં નાના-મોટા ૧૦૦ જેટલા ફાર્મનો સમાવેશ થયો છે.


આ પણ વાંચો : Dahod News : દાહોદમાં ચાઈનીઝ દોરીનું વેચાણ કરનાર વેપારી ઝડપાયો, પોલીસે રેડ કરીને 43 હજારનો મુદ્દામાલ ઝડપ્યો


  • Follow us on: