વડોદરામાં કપૂરાઈ બાઇપાસ પર પાર્ક કરેલી કારનો કાચ તોડી કરી હતી ચોરી અને કારમાંથી બેગમાં મુકેલા 3 હજાર ડોલર કપડા સહિતની છ બેગની ચોરી કરી આરોપી ફરાર થયો હતો, વડોદરા ક્રાઈમ બ્રાન્ચ આ મામલે તપાસ કરી રહી હતી અને બાતમીના આધારે આરોપીને ઝડપી લેવામાં આવ્યો હોવાની વાત સામે આવી છે.

ક્રાઈમે કપૂરાઈ પોલીસને સોંપ્યો આરોપી

વડોદરા ક્રાઈમ બ્રાન્ચે આરોપી મોહમ્મદયાકુબ શેખની ધરપકડ કરી કપૂરાઈ પોલીસને કર્યો હવાલે અને મહોમ્મદયાકુબ સામે વડોદરા શહેર જિલ્લા ઉપરાંત અમદાવાદમાં પણ નોંધાયા છે ચાર ગુના, કપૂરાઈ પોલીસે આરોપી પાસેથી મુદ્દામાલ રિકવર કરવા હાથ ધરી કાર્યવાહી છે, કપૂરાઈ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.

આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે

આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે અને ચોરી કરવાની માનસિકતા ધરાવે છે, બંધ કારમાંથી ચોરી કરતો હોવાની વાત સામે આવી છે, ત્યારે આ કેસમાં હજી પણ વધુ ગુનાનો ભેદ ઉકેલાઈ શકે છે.


આ પણ વાંચો : Surat News : હોળીના તહેવાર નિમિતે પશ્ચિમ રેલવેને અત્યાર સુધી 5.73 કરોડની આવક, સુરતથી સૌથી વધારે મુસાફરો યુપી તરફ ગયા